Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ કારણ કે તે પ્રબળતા પોતાના હેતુથી જ સિદ્ધ થતી હોય છે. મિથ્યાત્વમોહનીયર્મના ક્ષયોપશમવિશેષથી ચારિત્ર ગ્રહણ કરવાની પ્રબળ ઈચ્છા થતી હોય છે અને ચારિત્રની પ્રાપ્તિ તો ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમ-વિશેષથી થતી હોય છે. ચારિત્રની ઈચ્છા અને ચારિત્રની પ્રાપ્તિ : એ બંન્નેના હેતુ ભિન્ન ભિન્ન છે. તેથી એકના કારણના અભાવે બીજાનો અભાવ થાય છે એ કહેવાનું શક્ય નથી. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માને કથંચિત્ ચારિત્રનો લાભ ન થવા છતાં તેમને ચારિત્રની ઈચ્છા પ્રબળ હોય છે-આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી જ. કારણ કે બ્રાહ્મણને ઘેબર, માલપૂઆ વગેરે ઘીથી પૂર્ણ ભોજન પ્રિય હોવા છતાં વિષમ સંયોગોના કારણે કુથિત રસવાળા ઘેસ વગેરે તેમ જ લૂખા સૂકા વાલ-ચણા વગેરે ખાવાની પ્રવૃત્તિ કરતી વખતે પણ ધૃતપૂર્ણ ભોજનનો રાગ પ્રબળ જ હોય છે. તેથી પ્રવૃત્તિના અભાવમાં રાગ ન જ હોય-એવો નિયમ નથી. તેમ જ રાગની વિદ્યમાનતામાં પ્રવૃત્તિ થવી જ જોઈએ એવો પણ નિયમ નથી. સામાન્ય રીતે ઉત્તમ ભોજનની ઉત્કટ ઈચ્છા હોય ત્યારે વિષમ સંયોગોમાં કોઈ પણ માણસ પૂયિકાદિને વાપરે છે છતાં અહીં બ્રાહ્મણનું જે ઉપાદાન કર્યું છે તે, બ્રાહ્મણજાતિના કારણે સ્વભાવથી જ તેને ધૃતપૂર્ણ ભોજનને છોડીને બીજું ભોજન કરવાની ઈચ્છા હોતી નથી-એ જણાવવા માટે છે. વિષમ સંયોગોમાં કોઈ વાર બીજી ઈચ્છા થાય TEN EG\ ] EEG EEGE | E SPG\ D]\ D]D]DD DISED

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66