________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૪૯) ) પ્રમાણમાં લાભ લઈ શકે ખરા! મને ઘણા વખતથી ઇચ્છા છે પણ લખનાર માટે મુશ્કેલી એ છે કે એમાં ૨૫-૫૦ શબ્દો એવાં આવે છે કે જેનો યથાર્થ અર્થ તરત થઈ શકે નહિ. જો કે સમય કાઢીને વર્તમાનના વિદ્વાનોએ સંપાદિત કરેલા અનેક રાસાઓ, જૂની ગુજરાતીની પદ્યરચનાઓ વગેરે પુસ્તકો જે બહાર પડી ગયાં છે એ બધાં પુસ્તકોમાં વર્તમાનના પ્રોફેસરોએ કઠિન શબ્દોના અર્થો આપ્યા છે તે તેમજ અપભ્રંશ શબ્દોના કોશો વગેરે સાથે રાખવામાં આવે તો મોટાભાગના શબ્દના અર્થનું સમાધાન મળી જાય તેવી શક્યતા ખરી, પણ એ બધું પૂરતો સમય હોય તો થઈ શકે. કાં તો વિદ્વાન સાથીદારો સાથે કામ કરનારા હોય તો બને પણ હવે મારાથી શક્ય નથી એટલે ભવિષ્યમાં કોઈ ઉપકારક આત્મા આ કાર્ય કરે તેવી વિનંતિ કરી વિરમવું જ રહ્યું! જૈન સાહિત્ય મંદિર પાલીતાણા, તા. ૧-૮-૯૧
યશોદેવસૂરિ
કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખશો. શબ્દો એ શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે. તમારી જીભને સામો માણસ ગમાર લાગે એવું તો ન જ કરજો. તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે તેવું તો કરતા જ નહીં. એક કઠોર શબ્દ-એક ધારદાર વાગ્માણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એવી કાયમી જખ.
સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે, જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે. થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રૂઝાવો. શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઈએ. શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ, જે લોકોને એકમેક સાથે જોડી આપે અને સુખનો અહેસાસ કરાવે.
શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.
-
- -
-
-
- -
-
- - -
-