Book Title: Samprat Samasyanu Dharmma Samadhan Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 4
________________ સંપાદકીય . કરી આચાર્ય સમ્રાટ પૂ. વિજય નેમિસૂરિશ્વરજી સમુદાયના પૂ. આ. પદયુમ્નસૂરિજીના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રાજહંસસૂરિજી મ.સા. આ. ઠા.ની પાવન નિશ્રામાં શ્રી ગોવાલિયા ટંક જૈન સંઘ, મુંબઈમાં યોજાયેલ શ્રી પ્રાણગુરુ જૈન સેંટર દ્વારા યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૯માં વિદ્વાનોના નિબંધો અને પ્રાપ્ત શોધપત્રોનો સંચય “સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન” રૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને યોજાયેલા આ જ્ઞાનસત્રમાં દૂરદૂરથી આવીને ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર વિદ્વાનોનો આભાર માનું છું. જેમની ઉપસ્થિતિ ઉત્સવને મહોત્સવમાં પલટાવે તેવા પૂ.આ. ભગવંત રાજહંસસૂરિ મ.સા.ની નિશ્રામાં આ જ્ઞાનસત્રને સાંપડી તે ગૌરવની ઘટના છે. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ અને સંઘપ્રમુખ, ટ્રસ્ટીઓ અને સંચાલકોની શ્રુતસેવાની અનુમોદના કરું છું. આ જ્ઞાનસત્રને સફળ બનાવવા ખીમજીભાઈ છાડવા, યોગેશભાઈ બાવીશી અને પ્રકાશભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. સાંપ્રત જીવનની અનેક સમસ્યાઓનું ધર્મ દ્વારા કઈ રીતે સમાધાન થઈ શકે તે વિવિધ ધર્મો, ધર્મગ્રંથો, ધર્મના વ્રતો, નિયમો વગેરેના S વિશ્લેષણો દ્વારા વિદ્વાનો દ્વારા સુંદર રજૂઆત થઈ છે. આશા છે કે - જે વાચકોને ઉપયોગી થશે. પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહનો આભાર. મુંબઈ, સપ્ટેમ્બર - ૨૦૧૯ - ગુણવંત બરવાળિયાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 170