Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 157
________________ ૧૯ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન સાંપ્રત શારીરિક અને માનસિક સમસ્યાઓ નિવારણ માટે ધર્મનું માર્ગદર્શન [] જિતેન્દ્ર મ. કામદાર વર્તમાન યુગમાં વસતી લગભગ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે. વ્યક્તિગત મૂંઝવણો, પારિવારિક પ્રશ્નો, આર્થિક અગવડતા ઉપરાંત કેટલાક ભય ગરીબી, રોગ, વૃદ્ધાવસ્થા, કોઈ દ્વારા થતી ટીકા, કોઈ સાથે સંબંધ બગડવાનો ડર ... આવાં અનેક કારણોની વચ્ચે અટવાયેલ વ્યક્તિ જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમ વધારે તેમાં ખૂંપતી જાય છે. એકમાંથી બહાર નીકળે ત્યાં બીજી ચિંતા લાઈન લગાવીને ઊભી જ હોય છે. ઉપરાંત મહાનગરોના સામૂહિક પ્રશ્નો ગીચતા, વાયુપ્રદૂષણ, ઘોંઘાટ, ગીર્દી, ગરમી, વાહનોની ધમધમાટ આ બધાં વચ્ચે રહીને શારીરિક અને માનસિક સ્વસ્થતા ટકાવવી એક મુશ્કેલ કાર્ય છે. તો બજારમાંથી મળતી ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને ગુણવત્તા કેટલી વિશ્વસનીય છે? પાયાની જરૂરિયાતો શાકભાજી, ફળફળાદિ, રંગો-રસાયણોથી ખરડાયેલાં છે. દૂધ પણ હવે સિન્થેટિક, બનાવટી મળતું થયું છે. મહાનગરોમાં તો આજે આરોગ્યનો પ્રશ્ન ઘણો જ વિકરાળ છે, પરંતુ તેમાં આપણી પણ ભૂલો અને ખોટી ટેવો એટલી જ જવાબદાર છે. આયુર્વેદાચાર્યોના મતે શરીરની જાળવણી માટેના કેટલાક નિયમો છે. કેમ બેસવું, કેમ ઊભા રહેવું, ૧૫૨ ૧.

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170