________________
૫૮
સમયસાર સિદ્ધિ-૬ શુભ-અશુભભાવ રહિત એવો જે આત્માનો જ્ઞાનસ્વભાવ, એ મોક્ષનું કારણ છે. કેમ કે જ્ઞાન.... એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી.”
આજે ઈ મોટો લેખ આવ્યો છે, એમ કે, વ્રત ને એ બધું સંવર, નિર્જરાનું કારણ છે. કેમકે દ્રવ્યસંગ્રહમાં ૩૫ મી ગાથામાં આવે છે ને ! એ વાત અહીં (સંવત) ૧૯૯૪ પહેલા “હીરાભાઈના મકાનમાં પહેલી થઈ ગઈ હતી. દ્રવ્યસંગ્રહ ! વ્રત, સમિતિ સંવર, નિર્જરાનું કારણ છે). ટીકામાં ચોખ્ખું લખ્યું) છે. વ્રત એટલે શુભાશુભ ભાવ રહિત – એવી ચોખ્ખી ટીકા છે. નિશ્ચયની વાત છે. હવે ઈ આ મોક્ષનું કારણ છે). ઈ અને એક પુરુષાર્થસિદ્ધિ ઉપાય (માં) “અસમગ્ર' આવે છે ને ! રાગાદિ છે ઈ મોક્ષનો પણ ઉપાય છે, બંધનું પણ કારણ છે). બને ત્યે છે. એમ. એમાં ઈ ઠરાવે છે. અને એક શ્રાવકના અધિકાર(માં) શુભભાવ પરંપરા મોક્ષનું કારણ છે એમ) આવે છે ને ! ઈ આ બધા નાખે. દ્રવ્યસંગ્રહની ૩૫ મી ગાથામાં તો ચોખા (શબ્દો છે). ઈ વાત તો “હીરાભાઈના મકાનમાં (સંવત) ૧૯૯૪ પહેલા ઘણી થઈ ગઈ છે કે, ભઈ આ તો નિશ્ચયની વાત છે. પાઠ – ટીકા છે. વ્રત એટલે શુભાશુભ ભાવ રહિત એવું જે વ્રત, એ મોક્ષનું કારણ છે, એ સંવર, નિર્જરાનું કારણ છે. ૩૫ મી ગાથા છે. આમાં એ નાખ્યું છે કે, જુઓ ! એ સંવર, નિર્જરાનું કારણ છે. પણ સંવર, નિર્જરાનું કારણ તો શુદ્ધ છે. “વ્રત’ શબ્દ પડ્યો એટલે ? આહા...હા...! પેલો ‘ઉજ્જૈનનો ‘દયાચંદજી જૈન છે. આ.હા....
અહીં કહે છે કે, આત્મ સ્વભાવ “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી....” આત્મ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ શુભાશુભા ભાવ રહિત, એવા સ્વભાવની પરિણતિ બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. આહા..હા...! આમાં મોટા ઝઘડા ! કાયાથી ને મનથી એમ કે નિવૃત્તિ લ્ય તો સંવર, નિર્જરા થાય, એમ (અજ્ઞાની કહે છે).
અહીંયાં કહે છે કે, મોક્ષનું કારણ તો એક આત્માનો સ્વભાવ શુદ્ધ સ્વભાવ, પવિત્ર સ્વભાવ (છે). એને અહીં જ્ઞાન તરીકે કહ્યું છે. એ જ્ઞાન તે મોક્ષનું કારણ છે). કેમકે તે જ્ઞાન એટલે આત્મ સ્વભાવ. પરિણતિ હોં ! “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે.” આ..હા..હા...! અસ્તિ-નાસ્તિ કરી. જ્ઞાનસ્વભાવ એ મોક્ષનું કારણ છે અને શુભાશુભ ભાવ બંધનું કારણ એ જ્ઞાન નથી. જ્ઞાન શુભાશુભ બંધનું કારણ નથી અને જ્ઞાન મોક્ષનું કારણ છે. એમ બે અસ્તિ-નાસ્તિ સિદ્ધ કરી. આ..હા..!
“તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન.... (અર્થાત) શુભાશુભ પરિણામાદિ, કર્માદિથી ભિન્ન. ચૈતન્ય-જાતિમાત્ર.” એ તો ચૈતન્યજાતિમાત્ર. આહા...હા..! અને આ શુભાશુભ ભાવ (થાય) એ ચૈતન્યજાતિ નહિ. આહાહા...! ચૈતન્યજાતિ (એટલે) જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરે (છે) એ ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ –પરમ પદાર્થ) છે.” આહા...હા...! તે જ્ઞાન એટલે અહીં જ્ઞાનનું પરિણમન લેવું છે, સ્વભાવ ! ત્રિકાળી જ્ઞાનનો