________________
૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે આપણે ચાલતો અધિકાર. “સમયસાર, ૧૫૧મો શ્લોક ચાલ્યો છે, તેનો ભાવાર્થ. ૧૫૧ જે કળશ છે ને કળશ? તેનો ભાવાર્થ. છે? ભાવાર્થ :- “જ્ઞાનીને... આહાહા...! જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ, સ્વાદ આવ્યો એવા ધર્મીને, સમકિતીને, જ્ઞાનીને ‘કર્મ તો કિરવું જ ઉચિત નથી.” કોઈ પ્રકારે પરના કાર્ય અને રાગ કરવો એ ઉચિત નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ આહાહા. ધર્મીને, ધર્મી એને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનો અંતરમાં સમ્યગ્દર્શનમાં આનંદનો સ્વાદ આવ્યો હોય. આહાહા..! એ ધર્મીને. ધર્મી એટલે દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળ છે તેની અનુભવમાં દૃષ્ટિ થઈ તે જ્ઞાની, તે ધર્મી (છે). ધર્મી એટલે બાહ્યની ક્રિયાકાંડ કરે ને પૂજા ને ભક્તિ (કરે) માટે ધર્મી છે, એમ નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાના નવમી રૈવેયક અનંતવાર (ગયો). સમ્યગ્દર્શન વિના ક્રિયાકાંડ એવી કરી કે ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે. પરંતુ સમ્યગ્દર્શન વિના એ નિરર્થક છે. આહાહા.!
અહીં કહે છે, “જ્ઞાનીને.” જેને જ્ઞાનસ્વરૂપ ભગવાનનું જ્ઞાન થયું. જ્ઞાનસ્વરૂપ ભગવાન, જ્ઞાનનો પંજ, જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનો ઢગલો, તેનું જેને સન્મુખ થઈને જ્ઞાન થયું. આહાહા. શાસ્ત્રજ્ઞાન આદિ થાય એ કંઈ નહિ. આહાહા.! શાસ્ત્રજ્ઞાન થયું એ કંઈ જ્ઞાન નથી. અંતર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, એ જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, આહા...! વાતું બહુ આકરી, ભાઈ! એ જ્ઞાયકભાવની અંતરમાં સન્મુખ થઈને પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ અંદર આવવો તેનું નામ જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે.
જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી.” તેણે તો રાગ કે, પરનું કાર્ય તો કરી શકતો નથી પણ રાગનું કાર્ય પણ કરવું એને ઉચિત નથી. આહાહા! ઝીણી વાત છે, પ્રભુ! આહા...! આચાર્યો તો ભગવાન તરીકે બોલાવે છે. “સમયસાર’ ૭ર ગાથા. ભગવાન આત્મા! આહાહા...! શ્રોતાઓને પોકાર કરીને આચાર્ય એમ બોલાવે છે, ભગવાન આત્મા. એ પુણ્ય અને પાપના (ભાવ) અશુચિ-મેલ છે તેનાથી ભગવાન ભિન્ન છે. આહાહા..! એ પુણ્ય અને પાપના જે ભાવ છે, દયા, દાનાદિ એ જડ છે. ભગવાન ચૈતન્યનો તેમાં અંશ નથી. અર..ર..! આવી વાતું ભારે આકરી પડે. શુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ જડ છે. જડનો અર્થ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવનો તેમાં અંશ નથી. રાગ છે એ તો આંધળો છે. આહાહા...! ભગવાનઆત્મા તો પ્રકાશની મૂર્તિ છે. એ પ્રકાશની મૂર્તિનું ભાન થવું તેને રાગ જે અંધકાર તે કરવો ઉચિત નથી. આહાહા.! ભારે વાત, ભાઈ!
“જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે...” રાગાદિ ને પરસ્ત્રી આદિને પરદ્રવ્ય જાણીને ભોગવવાનો ભાવ કરે તો એ યોગ્ય નથી.” એ ધર્માને લાયક નથી. આહાહા...! ભોગવવા લાયક તો ભગવાન આત્મા છે. તેને છોડીને ધર્મી નામ ધરાવીને પર, સ્ત્રી આદિ અને રાગના ભોગમાં સુખ માને તો એ ધર્મી નથી. આહાહા! બહુ આકરું કામ છે.
જેને ભગવાનઆત્મામાં આનંદ સ્વરૂપનું ભાન થયું), આનંદનો પૂંજ છે એવો અનુભવ