________________
સમયસાર : આત્મખ્યાતિ
છે, આ જ્ઞાનમાત્ર ભાવરૂપ શાતા અને શેયનો પરસ્પર જ્ઞાતૃ-શેય સંબંધ છે, એટલે કે શાતા શેયને જાણે ને જોય જ્ઞાતાથી જણાય એમ આ જ્ઞાતા અને શેયનો જ્ઞાતુ-જોય સંબંધ છે તે “સ્વરસથી” - આપોઆપ જ પ્રવર્તે છે. આ અનિવાર્ય સંબંધને લીધે જેને જ્ઞાતા અને શેયના ભિન્નપણાનું ભાન નથી તે અજ્ઞાનીને શેયમાં જ્ઞાતાપણાની ને જ્ઞાતામાં શેયપણાની ભ્રાંતિ થાય છે, એટલે તે જ્ઞાનને જોય ને શેયને જ્ઞાન માની બેસી - બન્નેનો “એક અંત' - ધર્મ - “એકાંત માની બેસી એ બન્નેની સેળભેળ મિશ્રતા કરી નાંખે છે, એટલે સ્વરૂપ જ્ઞાનના અને પરરૂપ શેયના અજ્ઞાનને લીધે અનેક પ્રકારની એકાંતિક કલ્પનાઓ કરી - અનેક પ્રકારના “એકાંતને ભજતો રહી આત્મનાશને નોતરે છે, માત્માને નાશયતિ,' પણ જેને જ્ઞાતા અને શેયના ભિન્નપણાનું પ્રગટ ભાન છે તે જ્ઞાનીને તો શેયમાં જ્ઞાતાપણાની કે જ્ઞાતામાં શેયપણાની ભ્રાંતિ ઉપજતી નથી. તે તો જ્ઞાતાને જ્ઞાતા ને શેયને જોય જાણે છે, બન્નેના એક નહિ એવા ભિન્ન ભિન્ન “અનેક અંત’ - ગુણધર્મ જાણે છે, એટલે તે બન્નેની સેળભેળ મિશ્રતા ન કરતાં, સ્વરૂપ જ્ઞાનની ને પરરૂપ શેયની પ્રગટ ભિન્નતા જાણતો સતો, “અનેકાંતને અવલંબતો રહે છે અને જ્ઞાનમાત્રરૂપ સ્વરૂપથી તત્ત્વ છે, શેયરૂપ પરરૂપથી અતત્ત્વ છે, ઈ. પ્રકારે બે પરસ્પર વિરુદ્ધ શક્તિનું પ્રકાશ કરતો આ અનેકાંત જ તેને સર્વ પ્રકારના એકાંતમાંથી બચાવી લઈ ‘ઉજીવાવે છે? - ઉત્કટપણે. જીવાવે છે - જીવાડે છે - નેઋાંત gવ તમુઝીવતિ | આટલી સામાન્ય પ્રસ્તાવના કરી ઉક્ત ચૌદ પ્રકારના એકાંત પ્રકારોથી નાશ પામતા આત્માને અનેકાંત કેવી રીતે “ઉજીવાવે છે. તેનો હવે અનુક્રમે પરમતત્ત્વ દૃષ્ટા અમૃતચંદ્રજીએ પ્રદર્શિત કર્યા પ્રમાણે વિચાર કરશે.
(૧) જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ - “શેષ - બાકીના ભાવો સાથે “સ્વરસભરથી' - આપોઆપ જ પ્રવૃત્ત' - પ્રવર્તેલ જ્ઞાતૃ - ષેય સંબંધપણાએ કરીને અનાદિ ષેય પરિણમનને લીધે, “વરસમપ્રવૃત્તજ્ઞાતૃ સંવંધતયાગનાવિયપરિપામનાતું', જ્ઞાનપણું પરરૂપે “પ્રતિપન્ન કરી” - માની બેસી, અજ્ઞાની થઈને તે જોય એવા પરરૂપ પ્રત્યે ગમન કરતો નાશ પામે છે, ત્યારે ‘સ્વરૂપેળ તત્ત્વ - સ્વરૂપથી તત્ત્વ ધોતીને - પ્રકાશીને જ્ઞાતાપણે પરિણમન થકી જ્ઞાની કરતો અનેકાંત જ તેને ઉમાવે છે . ‘જ્ઞાતૃત્વેન જ્ઞાની સુર્વનું કનેક્રાંત gવ તમુર્મતિ', અર્થાત્ ઉપરમાં કહ્યું તેમ આત્મા જ્ઞાનમાત્ર ભાવરૂપ જ્ઞાતા છે, તેને બાકીના વિશ્વભાવો સાથે “સ્વરસથી” – સહજ સ્વભાવે જ પ્રવર્તેલો જ્ઞાતૃ-શેય સંબંધ તો છે જ, આ સહજ સંબંધને લઈ જ્ઞાતા શેયને જાણે ને જોય જ્ઞાતાથી જણાય એ તો બરાબર જ છે, પણ જ્ઞાતા શેયને જ્ઞાન માની બેસી તન્મય બની શેયરૂપ પરિણમન કરે તે બરાબર નથી, કારણકે જાણનાર તે જણાનાર નથી ને જણાનાર તે જાણનાર નથી. પણ અનાદિથી “ય પરિણમનને લીધે' - જ્ઞાનના શેયપણે પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને - જ્ઞાનપણાને શેયપણે માની - સ્વરૂપને પરરૂપે માની, આ જ્ઞાનમાત્ર
4 અજ્ઞાની બની, તે શેય એવા પરરૂપ પ્રત્યે ગમન - પરિણમન કરતો આત્માનો નાશ કરે છે, ત્યારે હારું “તત્ત્વ' - તતપણું - જ્ઞાનપણું તો “સ્વરૂપથી” છે એમ પ્રકાશીને અનેકાંત આ જ્ઞાનમાત્ર ભાવરૂપ જ્ઞાતા આત્માને શાતાપણે પરિણમન થકી જ્ઞાની કરે છે અને આમ ખરેખરૂં પરમાર્થ જીવન બક્ષી તેનું ઉજીવન કરે છે. (૨) અને આથી ઉલટું, જ્યારે આ સર્વ ખરેખર ! આત્મા છે - “સર્વ હૈ ત્વિમાતિ’ - એમ અજ્ઞાનપણાને જ્ઞાન સ્વરૂપે “પ્રતિપન્ન કરી” - માની બેસી “વિશ્વપાદાનથી' - વિશ્વના પ્રહણથી આત્માને નાશ પમાડે છે, ત્યારે “રરૂપેણ તત્ત્વ' - પરરૂપથી અતત્ત્વ દ્યોતીને - પ્રકાશીને વિશ્વથી ભિન્ન - જૂદું જ્ઞાન દર્શાવતો અનેકાંત જ નાશ પમાડવા દેતો નથી - “વિવાદ્ મિન્ન જ્ઞાનં રજૂ કનેકાંત જીવ નાશવતું ન ટ્રાતિ' - અર્થાત જ્ઞાતૃ શેય સંબંધને લઈ જ્ઞાન વિશ્વને પ્રકાશે છે વા વિશ્વ જ્ઞાનમાં પ્રકાશે છે, એટલે આ સર્વ આત્મા છે - આ વિશ્વ ખરેખર ! બ્રહ્મ છે એમ જ્ઞાન - શેયનું એકત્વ - અધ્યાસથી એકપણું માની બેસી, જ્યાં જ્ઞાનનો અભાવ છે એવા અજ્ઞાનપણા રૂપ શેયને જ્ઞાન માની - પરરૂપને સ્વરૂપ માની, જ્યારે વિશ્વના ગ્રહણથી આત્માનો નાશ પમાડે છે, ત્યારે પરરૂપથી તો હારૂં અતત્ત્વ છે - અતપણું - અજ્ઞાનપણું - જ્ઞાન અભાવપણું છે એમ પ્રકાશીને
૮૧૪