________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ કામના રાખતા મુમુક્ષુ આત્માને આત્મામાં ઉત્તમ અવંધ્ય “યોગબીજના પ્રક્ષેપણાદિ વડે ઈષ્ટ સ્વરૂપ સાધનામાં પરમ ઉપકારી થઈ પડે છે.
“સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જામ્યો છે, ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યંત તે સ્વરૂપ ચિતવના જીવને પ્રબળ અવલંબન છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-દ૯૩, ૭૫૩ “પ્રભુ શક્તિ, વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે; મહારે સત્તા પ્રભુ સરખી, જિન વચન પસાયે પરખી સ્વામી... સુજાત સુહાયા.” - શ્રી દેવચંદ્રજી ઘેટાના ટોળામાં ચિરકાળથી વસેલા સિંહ શિશુનું દૃષ્ટાંત અત્ર ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી
માંડી ઘેટાના ટોળામાં વસ્યું છે, ઉછર્યું છે અને ચિર સંવાસથી પોતાને ઘેટું જ અજકુલ ગત કેસરીનું દૃષ્ટાંત માની બેઠું છે. ત્યાં કોઈ સિંહ દેખાય છે. તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી
તેનું રૂપ જુએ છે અને પાછું પોતાનું સ્વરૂપ નિહાળે છે, તો બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે અને તેને ભાન થાય છે કે, હું ઘેટું નથી, પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પર ભાવના સંવાસમાં વસેલો છે અને પોતાને પર રૂપ જ માની બેઠો છે. તેને સમાધિરસ ભર્યા સ્વરૂપ સિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે.
“અજ કુલ ગત કેસરી લહે રે, નિજ રૂ૫ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ, અજિત જિન ! તારો દીન દયાળ !'
- શ્રી દેવચંદ્રજી અને આમ તે જિનસમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગુભાવની-પ્રગટ આવિર્ભાવની
ઈહા-ઈચ્છા તેને પ્રગટે છે કે, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ અંતરાત્માનું પ્રભના ૩૫ દર્પણમાં આનંદઘન સ્વરૂપ અને પ્રગટે તો કેવું સારું ? એવી અંતરંગ રુચિ ૩૫ તીવ્ર નિજ સ્વરૂપ દર્શન ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મ
પરિણતિ ભણી વળે છે અને પછી એવો તે અંતરાત્મા આદર્શ પરમાત્મ સ્વરૂપની સાધના કરે છે. જેવો ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. એટલે ઉપર પ્રારંભમાં જ કહ્યું હતું તેમ - કુશળ શિલ્પી જેમ આદર્શને (model) નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શ રૂપ પ્રભુને નિરંતર દેષ્ટિ સન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દર્પણ જિમ અવિકાર' પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે.
જિન સમ જિન સમ સત્તા ઓળખી હોજી, તસુ પ્રાગુ ભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પર પરિણતિ નિરીહ... નમિ પ્રભ. શુદ્ધ માર્ગે વધ્યો સાધ્ય સાધન સવ્યો, સ્વામી પ્રતિઈદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ ત્યમ સાધના નવ ઘટે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. અહો ! શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વ ગુણ પર્યાય પરિણામ રામી. માહરી શુદ્ધ સત્તા તારી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુંહી સાચો; દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, તત્ત્વ ભક્ત ભવિક સકલ રાચો. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી.”
- તત્ત્વરંગી મહામુનિશ્રી દેવચંદ્રજી जिनेषु कुशलं चित्तं, तबमस्कार एव च । પ્રામારિ સંશુદ્ર, ગોવીનનનુત્તમ ” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદષ્ટિ સમુચ્ચય'
૩૧