Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ તેઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધુ જ્ઞાની આત્માઓ હોય છે, તેઓને ગણધર કહેવાય છે. આવા ગણધર ભગવાનની ધર્મદેશનાને શાસ્ત્રરૂપે સંકલિત કરે છે. જેમ ભૂમિ પર છૂટા છૂટાં વેરાયેલાં પુષ્પોને વીણીને માળી સુંદર હાર રચે છે, તેમ ગણધર ભગવંતો ભગવાનની વાણીને શાસ્ત્રસ્વરૂપે રચે છે. આને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં આચારાંગ વગેરે બાર અંગો હોય છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાંથી બારમું અંગ જેનું નામ દૃષ્ટિવાદસૂત્ર છે તે હાલ વિચ્છેદ ગયેલું છે. બાકીનાં ૧૧ અંગો મળે છે. આ દ્વાદશાંગી તથા તેના ઉપર રચાયેલાં બીજાં વિવિધ શાસ્ત્રો જેઓ ભણે છે તેઓ આ સંસારના સંપૂર્ણ ત્યાગી અને વૈરાગી છે, તેમજ બીજાને ભણાવે છે. વળી શાસ્ત્રાનુસાર જે ધર્મદેશના આપે છે તેઓ ગુરુ કહેવાય. ‘ગુરુ' શબ્દનો અર્થ એવો છે કે ગુણાતિ હિતમ્ એટલે કે જે શિષ્યોને હિત સમજાવે તે ગુરુ. આ ગુરુપદમાં આવનારા આત્માઓ પહેલાં પોતે બીજા ગુરુઓ પાસે ધર્મોપદેશ સાંભળીને સંસારનો રાગ ત્યજનારા બને છે, વૈરાગી બને છે. પછી સંજોગો સાનુકૂળ થતાં ઘરસંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે. પછી શાસ્ત્રોના અભ્યાસમાં લીન બનીને પોતાના આત્માને વધુ વૈરાગી-અધ્યાત્મી બનાવીને પોતાને સાચા સાધક બનાવે છે. Il૪ll આચાર્યપદનું અવર્ણનીય ગૌરવ જૈન ધર્મની વર્તમાન ધરી છે આચાર્ય ભગવંતો. જિનશાસનની ઇમારતના આધાર સમા આચાર્ય ભગવંતોના પ્રભાવશાળી ધર્મકાર્યથી ધર્મપ્રવૃત્તિનો પ્રકાશ પથરાતો રહે છે. આથી શ્રી નમસ્કાર મહામંત્રનું ત્રીજું પદ છે “નમો આયરિયાણં'. નવકાર મંત્રના પ્રથમ બે પદ દેવતત્ત્વને દર્શાવનારાં છે, જ્યારે પછીનાં ત્રણ પદ એ ગુરુતત્ત્વને દર્શાવનારાં છે. નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને વંદન કરવામાં આવે છે. કેવો અપાર મહિમા છે આચાર્યપદનો ! ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં આચાર્યના સર્વ ગુણોથી વિભૂષિત એવા ભાવાચાર્યને માટે કહે છે કે એમને તીર્થકર સમાન સમજવા’ અને ‘તેમણે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં'. નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને, ચોથા પદમાં ઉપાધ્યાયને અને પાંચમા પદમાં સાધુને નમસ્કાર કરવામાં આવ્યા (૧૮)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30