Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 503
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવું?' એનો નિર્ણય એ કરી શકતો ન હતો. તે વૃક્ષને અઢેલીને બેઠો હતો. શીતલ પવને તેને ઊંઘાડી દીધો, આમેય તે ચાલીને થાકી પણ ગયો હતો. વિચારો કરી કરીને એનું મન પણ થાકી ગયું હતું. તે જાગ્યો ત્યારે મધ્યાહુનકાળ થઈ ગયો હતો. ઉદ્યાનની બહાર જઈ તેણે ફળ વેચનારી સ્ત્રી પાસેથી ફળ ખરીદ્યાં. ફળ ખાઈને, બાજુમાં જ આવેલા કુવા પર જઈ પાણી પી લીધું. તે પુનઃ ઉદ્યાનમાં પ્રવેશ્યો. ઉદ્યાન રમણીય હતું. તે ઉદ્યાનમાં ફરતો ફરતો એવી જગ્યાએ જઈ ચઢ્યો કે જ્યાં “મંગ' નામના આચાર્ય, વિશાળ શિષ્યપરિવાર સાથે બિરાજમાન હતા. સુવદનને વિધિપૂર્વક વંદના કરતાં નહોતું આવડતું. તેણે બે હાથ જોડી, આચાર્યદેવને પ્રણામ કર્યા અને પૂછ્યું : “હે પૂજ્ય, હું અહીં બેસી શકે છે?” આચાર્યદેવે અનુમતિ આપી. તેઓએ સુવદનને જોઈને વિચાર્યું : “આ પુરુષ વિદેશી લાગે છે. ધર્મથી અનભિજ્ઞ લાગે છે. ત્યાં સુવદને પૂછયું : “હે પૂજ્ય, પાપીને શાત્તિ કેવી રીતે મળે?' “વત્સ, ધર્મથી જ શાન્તિ મળે...” “શું મને આપ, શાન્તિ આપનાર ધર્મ સમજાવશો? મારું ચિત્ત અશાંત છે... મેં ઘણા પાપ કરેલાં છે..” હે ભદ્ર, જે મનુષ્ય પાપોનો ત્યાગ કરી, ધર્મનું શરણ લે છે, તેને અવશ્ય શાન્તિ મળે છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે...” પૂજ્ય, હવે હું પાપો નહીં કરું. જે પાપો થઈ ગયાં છે, એનું અત્યંત દુઃખ છે મારા મનમાં... હવે મને જીવવામાં પણ રસ રહ્યો નથી.' “વત્સ, તને તારાં પાપોનો પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, એટલે તું શાન્તિના માર્ગ પર આવી ગયો છે. હવે એ માર્ગ પર આગળ વધવા માટે વિશેષ પ્રકારની ધર્મઆરાધના કરવી જોઈએ.” આપ જે કહો તે કરવા તૈયાર છું.” આચાર્યદેવે વિચાર્યું : “આ જીવનાં કર્મો ઘણાં હળવાં થયાં લાગે છે. તેને ચારિત્રધર્મની સમજણ આપું. એ જરૂર ચારિત્રધર્મ સ્વીકારશે.” તેઓએ સુવદનને કહ્યું : વત્સ, પહેલો ધર્મ છે અહિંસાનો. કોઈ પણ જીવને, મન-વચન-કાયાથી મારવો નહીં. એને કષ્ટ આપવું નહીં. બીજું મહાવ્રત છે અસત્યના ત્યાગનું. મન-વચન-કાયાથી અસત્ય બોલવું નહીં. ત્રીજું મહાવ્રત છે ચોરીના ત્યાગનું. મનથી, વાણીથી અને કાયાથી ચોરી કરવી નહીં. ચોથું મહાવ્રત છે મૈથુનના ત્યાગનું. મન-વચન-કાયાથી મૈથુન સેવન કરવું નહીં. પાંચમું મહાવ્રત છે મમત્વના ત્યાગનું. મન-વચન-કાયાથી મમત્વનો ત્યાગ કરવાનો. શ્રી સમરાદિત્ય મહાકથા CEO For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507