Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 533
________________ (૮૩૩) ૧૨૮ ૮૭ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧, શિન, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષાને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કાર્ય મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ–અલાભ, હર્ષ શાક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્નના અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવા આત્મા પ્રત્યે જેણે દેહના સંબંધ યથાતથ્ય દીઠ છે, મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માના સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષાને જીવન અને મરણુ બન્ને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવા નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાણ્યા તેને અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર. ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550