Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्तिसम्भवात् । व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ।।३२-६॥ “અહીં દુર્જનો દ્વારા સજજનો ઉપર ઉપકાર કરાય છે. કારણ કે દુર્જનોનાં વચનો ઉપર વિજય પ્રાપ્ત કરવાથી સજજનોની કીર્તિ જ ફેલાય છે. તાપના ઉપદ્રવને સહન કરી લેવાથી સુવર્ણની શુદ્ધતા વહિ જ કરે છે ને ?”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે, દુર્જનો જ્યારે પણ સજજનો ઉપર દોષારોપણ કરે છે, ત્યારે પારમાર્થિક દષ્ટિએ સજજનોને લાભ જ થતો હોય છે, પરંતુ તેમને તેથી તેમાં કશું જ ગુમાવવું પડતું નથી, આજ સુધીમાં આવા કંઈકેટલાય પ્રસડો બનેલા છે. કેટલાક મહાત્માઓને એવા પ્રસંગે કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ છે. મહાત્માઓ ઉપર દુર્જનોએ જે પણ આક્ષેપો ક્ય તે બધાનો પ્રતિકાર કર્યા વિના તેને સહન કરી તેની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જેથી મહાત્માઓની કીર્તિ સર્વત્ર વિસ્તારને પામી. આમાં દુર્જનોએ કરેલ દોષારોપણ પણ એક નિમિત્ત તો છે. એને સહન કરી લેવાથી સજજનોને પારમાર્થિક લાભની પ્રાનિ થતી હોય છે. આ વાતનું સમર્થન દષ્ટાંતથી કરાયું છે. સુવર્ણ પણ વહિના તાપના ઉપદ્રવને જીતી લે છે તો તે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે સજજનોના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46