Book Title: Sadhyani Drushtie Sadhak Nayavatar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ 100 ] શ્રી જી. એ. જેન ચન્થમાલા 12. ‘એવં ભૂતદષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર.' એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિરૂઢ-આત્મસ્વરૂપમાં સમ્ય૫ણે અત્યંત આરૂઢ, એવી પરમ ગદશાસંપન્ન સ્થિતિ કર ! સ્વરૂપારૂઢ થા ! થેંગારૂઢ સ્થિતિ કર ! 13. “એવભૂતદષ્ટિથી એવભૂત થા.” એવંભૂતદષ્ટિથી-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત થા! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા! 14. “એવંભૂતસ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ.' અને આવા પ્રકારે એવંભૂતસ્થિતિથી–યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવંભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ જે હારું સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજત્મસ્વરૂપમાં તે તું હવે સ્થિત થઈ ચૂક્યો છે, એટલે હવે જૂદી એવી એવભૂતદષ્ટિ રહી નથી. દૃષ્ટિ અને સ્થિતિ અને એકરૂપ-એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે એટલે હવે એનું અલગ-જૂદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી. દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ! હવે તે એવંભૂતદષ્ટિને પણ સમાવી દે, કારણ કેતે તું જ છે. દૃષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તેમજ પરમ યોગદશાને તે પામ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4