________________
કહ્યું, કદાચ પ્રભુદાસ રામજી ઊભા રહે અને તમે ઊભા રહો. બીજી બાજુ કૉંગ્રેસ હોય તો બેની તકરારમાં કૉંગ્રેસને જ હાનિ થશે.
આત્મારામભાઈનો બીજો વિચાર એ હતો કે ઉપર કહ્યા તેવા કારણો જો દૂર ન થાય તો કાયદાભંગ કરીને કેદખાનું ભોગવી લેવું. મહારાજશ્રીએ કહ્યું, હાલના તબક્કે જયારે ઉછરતી લોકશાહી સરકાર છે ત્યારે કાનૂનભંગનું પગલું કોઈપણ વિચારક માટે અયોગ્ય છે. કારણ કે તમારા જેવા માણસ તો સારી ટેવ માટે એ પગલું લેવાના. પણ વિરોધ પક્ષો છે તે ખોટો દાખલો લઈ લાભ લેવાના છતાં તમો તમારી રીતે આ બન્ને પ્રશ્ન વિચારજો. મહારાજશ્રીએ કહ્યું,
તમે કોઈપણ પ્રશ્નમાં આત્યંતિક પગલું લઈ લો છો તે બરાબર નથી. આપણે તો પ્રયત્નના અધિકારી છીએ. પૂરા પ્રયત્ન કરી છૂટવા પણ કંટાળી જવું તે બરાબર નથી. પરંતુ હજુ તેમના મનમાંથી આ ધૂન ગઈ નથી. તેમણે જાદવજીભાઈની સલાહ લીધેલી. કહ્યું, મારે કાં તો ધારાસભામાં જવું કાં તો કાનૂનભંગ કરી જેલમાં જવું. ત્યારે જાદવજીભાઈએ કહ્યું, તમે તો એવું પૂછો છો કે, ડાબી આંખ ફોડું કે જમણી આંખ ફોડું ? હું તમને શું સલાહ આપું ? વચમાં વચમાં ભટ્ટે પોતાના જીવન પ્રસંગો પણ આલેખ્યા. પોતે દારૂ પીતા, સિગારેટ પીતા, કોઈ કોઈને મારેલા પણ વ. કહ્યું હતું.
મહારાજશ્રીએ તેમેન કાનૂનભંગ નહીં કરવા તેમજ ધારાસભામાં પણ નહીં જવા અને પ્રજા વચ્ચે જ રહી શુદ્ધિપ્રયોગો કરી જનશક્તિને જાગૃત કરવાનાં કામમાં લાગી જવા કહ્યું. રાત્રે પણ થોડી વાતો થઈ હતી.
તા. ૧૦-૮-પ૭ (બળેવ)ઃ મહારાજશ્રીએ પોતાના જન્મદિવસ નિમિત્તે કરેલું પ્રવચન.
સમય અથવા કાળ એ એક રીતે પોતાની કૂચ કર્યું જાય છે. આપણે ગમે તેટલી વાર કરીએ પણ એ કંઈ થોભતો નથી. એટલે મહાપુરુષોએ કહ્યું “બેર બેર નહિ આવે, અવસર બેર બેર નહિ આવે.' તમે એમ માનશો કે જરા મોડેથી કરશું શું ઉતાવળ છે? પણ કાળ તો એનું કામ કર્યું જ જવાનો. કેટલીક વાર, સમયસર કરવાનું કામ ન કરીએ તો પછી ભલીવાર આવતો નથી.
એક જૈનાચાર્યે કામને બહુ મોટી ઉપમા આપી છે. સમય એ જ આત્મા છે. સમયનો ચૂક્યો સો વરસ જીવે. એક વાત હાથમાંથી ગઈ તો
८४
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું