________________
એવી ભાવનાએ આગળથી સુકેતરીનાં માટલાં ભરી રાખે, જેમાં અસંખ્ય બે ઈદ્રિય કુંથુઆ થાય આ કારણથી હિંસાનો ત્યાગ કરવા જતાં હિંસાની વૃદ્ધિ થાય છે. આ ઉપરથી લીલેરી ખાવી એમ કહેવાને ઉદ્દેશ નથી, પણ લીલેરી સાથે સુતરીને પણ ત્યાગ જ જોઈએ. તે એક સામાન્ય વાત છે, પણ
આ વાતના દષ્ટાંતથી વૃત્તિને સમજ્યા વિનાની તથા વૃત્તિને ક્ષય કેમ થાય તે : જાણ્યા વિનાની પ્રવૃત્તિથી ગુણ લેવા જતાં દોષની વૃદ્ધિ થાય છે. જ્ઞાની અઝાનીના બેધમાં આ પ્રકારેજ ભિન્નતા રહી છે. અર્થાત અજ્ઞાની ગુરૂએ વસ્તુના ત્યાગમાંજ ધમ માને છે, જ્યારે જ્ઞાની મહાત્માઓ વૃત્તિના ત્યાગમાં ધર્મ માને છે. આઠમ પાખી વિગેરે મહિનાની પાંચ દશ તિથિએ લીલોતરી કેજે એકૅક્રિય ' ગણાય છે તેને ત્યાગ કરવામાં જે ધર્મની માન્યતા તથા મહત્તા જણાય છે, તે તિથિએ લીલોતરી ખાતાં જેટલી કંપારી તથા અરેરાટ આવે છે, તેટલી કંપારી પાખીના દિવસે અસત્ય બોલતાં, ખોટું ખત લખતાં, કોઈની થાપણ ઓલવતા, પંચેન્દ્રિય મનુષ્યને છેતરી તેની સાથે કુડ કપટ રમી પૈસાના સ્વાર્થ માટે પ્રપંચ કરી તેને ત્રાસ આપતાં તથા મનુષ્યાત્માઓ સાથે કલેશ વિક્ષેપ ઉત્પન્ન કરી કષાય વૈર વધારતાં અરેરાટન આવે છે તેવા દોષ દૂર કરવામાં ધર્મની મહત્તા ન મનાય તો તે માણસ અહિંસા પરમો ધર્મ:' એ સૂત્રને સમજ જ નથી. એકેદ્રિયની વ્યા કરનાર જેનાથી પંચેન્દ્રિય જીવ (મનુષ્યાદિ) પ્રત્યે તે અરૂચિભાવ થાયજ નહિ. પંચેન્દ્રિય જીવને દુઃખ કે કિલામણ (પીડા) આપવાનું બને જ નહિ. જેમ સેયની ચોરી કરવાની પ્રતિજ્ઞા લેનારથી એરણની ચોરી થાયજ નહિ, તેમ નાના સુક્ષ્મ જીવોની હિંસા કરવાની પ્રત્તિકા લેનારથી મેટા ની હિંસા કરવાનું બને જ નહિ, છતાં આજે આપણું વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. લીલોતરી, કીડી, મકડા તથા પશુને બચાવવા માટે દયાની લાગણી ધરાવવાને દાવો કરનાર જેન વા અન્ય ગમે તે દર્શનને હોય પણ તેનાથી કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ કે બાળલગ્નાદિ અધમ વ્યવહાર થઈ શજ નહિ. યજ્ઞમાં પશુ વા ઘી વિગેરેને હેમ કરનાર પ્રત્યે “આ ખોટું છે, અકૃત્ય કરે છે એમ માનનારા જેને, દેવદેવલાંઓના નામે બકરાં તથા પાડાએની કતલ કરનારાઓ પ્રત્યે ધિક્કાર બતાવનારા જેને, ગાય ભેંસ તથા બકરાં વિગેરેને તીક્ષ્ણ શરુથો કાપનારા તથા જાળમાં માછલાને ફસાવી મારનાર ચંડાળ કે મચ્છીમાર પ્રત્યે તિરસ્કાર બતાવનારા જેને જ્યારે પૈસાના સ્વાર્થને માટે પાળી પિષીને ઉછેરો મટી કરેલ સેતાની કન્યાને પૈસાના મેહમાં મોહાંધ બની આંધળા, લુલા, મુખ, નપુંસક, બાળક વા વૃદ્ધ વિગેરેને