Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari

View full book text
Previous | Next

Page 13
________________ ઉન્નતિ થાય તે જ રીતે તેઓ વર્તતાં હતાં. તેમનામાં દયા અને પોપકારના સ્વાભાવિક ગુણ વસી રહ્યા હતા. મનુષ્ય પ્રત્યે તેમની ઘણીજ ઉત્તમ લાગણી હતી. દુઃખી-દીન મનુષ્યોને આશ્રય આપવામાં તથા ગરીબ વિદ્યાર્થીઓને સ્કેલર શીપ આપવામાં પિતે ગુપ્તપણે પૈસાને સદ્વ્યય કરતા હતા. આ લેખકનું સંવત ૧૯૭૪ની સાલે અને ચાતુર્માસ થયું, તે સમયે શ્રાવણ વદ ૫ ના દિવસે અત્રેની ગોકલદાસ તેજપાળ હાઇસ્કુલનો વાર્ષિક મેલાવડો હતા, જે રિદ્ધગરજ વાળના પ્રમુખ પણ નીચે ભરવામાં આવ્યો હતો. તે પ્રસંગે હાઈસ્કુલના પ્રિન્સીપાલ, ઘોડા માસ્તર તથા સંસ્કૃત માસ્તર વિશ્વનાથભાઈ ઓઝાનું અત્યાગ્રહ પૂર્વક નિમંત્રણ હેવાથી ત્યાં આ લેખકનું જાહેર મેળાવડામાં જવાનું થયું અને સભાસદના અત્યાગ્રહથી છેડો વખત વિદ્યાની આવશ્યકતા” એ વિષય ઉપર ભાષણ આપવાનું થયું. તે પ્રસંગે મહુમ કાનજીભાઈ પોતે કઈ કાર્ય વિશાત હાજર નહતા, પરંતુ તેમના પિતાશ્રી જસરાજભાઈ હાજર હતા. આ લેખકની સાથે કાનજીભાઈને પરિચય થવાને પ્રથમ સમય તેજ પ્રસંગે બળે. અર્થાત જસરાજભાઈએ ઘેર આવી સત્તાનેચ્છ પુત્રને “આ લેખકના સમાગમથી આંતરિક ઉન્નતિ થશે એમ જણાવી સમાગમ માટે સૂચના કરી, તે સમયથી એટલે શ્રાવણ વદ ૬ થી ભાદરવા વદ ૫ સુધી એક માસ પર્યત આ લેખકને કાનજીભાઈએ સતત સમાગમ કર્યો. સવારે વ્યાખ્યાનમાં આવતા અને વ્યાખ્યાનમાં વિવિધ વિષય પર જે જે વર્ણન થતું તે પ્રોતિપૂર્વક શ્રવણ કરી, વ્યાખ્યાનમાં શ્રવણ કરેલ વિષયને ઘેર ગયા પછી ૧-૨ કલાકની હમેશાં નિવૃત્તિ લઈ અત્યંત વિચાર પૂર્વક તેનું મનન કરતા. તેમાં પણ જે જે આશંકાઓ ઉદ્દભવતી તેનું નિરાકરણ કરવા બપોરે આ લેખક પાસે આવી સમાધાન કરતા. દરેક દિવસનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ એક બે કલાકની નિવૃત્તિ મેળવી તેનું મનન કરતા હતા. દરેક વ્યાખ્યાનને સ્મૃતિમાં રાખી બપોરે તે દિવસના વ્યાખ્યાનને ધવલ પત્ર ઉપર ઉતારી લઈ તે સબોધ પ્રમાણે વર્તવા દઢ સંકલ્પ પૂર્વક પ્રબળ પ્રયાસ કરતા હતા. જેથી એક માસના અલ્પ સમાગમથી પણ કાનકભાઈએ પોતાના આંતરિક જીવનને ઘણું જ પવિત્ર બનાવ્યું હતું. એક માસના વ્યાખ્યાને તથા બે ત્રણ જાહેર ભાષણ શ્રવણ કરી પિતે તે વિષયને ભાવાર્થ પોતાના હૃદયને પવિત્ર બનાવવા શ્રવણ કરેલ સાધ તથા વિચારને તેમણે ધવલ પત્ર ઉપર આલેખ્યા છે, તે વિચારો ઉપર આ લેખકે વિવેચન તથા સંશોધન કરી મહુમ કાનજીભાઈના પિતાશ્રી. જસરાજભાઈ તથા માતુશ્રી લક્ષ્મીબાઈ, ધમપત્ની અમૃતબાઈ,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 378