Book Title: Rate Khata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 12
________________ લક્ષ્મણજીએ એવી શપથ લીધી અને પછી વનમાલાએ એમને પૂરા વિશ્વાસ સાથે રજા આપી, કે હવે એ પાછા આવશે જ. * રિકાર્નેશન અને રાત્રિભોજન :- પૂર્વજન્મ-પુનર્જન્મ એ હવે એક પુરવાર થયેલી વસ્તુ છે. સેકડો રિકાર્નેશન કેસોનો અભ્યાસ કરીને અનેક સાયન્ટિ, ડોક્ટર્સ અને અન્ય એજ્યુકેટેડ લોકોએ આ પ્રિન્સીપલને ધ્રુવ કર્યો છે. રાત્રિભોજન કરવાથી કઈ ગતિ મળે એ અંગે યોગશાસ્ત્રમાં કહ્યું છે - ૩–ામાર્નાર-પૃથ્રીસ્વરશૂળરાઃ | अहिवृश्चिकगोधाश्च, जायन्ते रात्रिभोजनात् ॥ રાત્રિભોજન કરનારને ઘુવડ, કાગડાં, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીછી અને ઘો (ચંદન ઘો/પાટલા ઘો જેવા નામોથી ઓળખાતું પ્રાણી) - આવા જન્મો લેવા પડે છે. તે અવતારોમાં તે જીવ ફરી તેવા પાપો કરે છે અને તેવા કે તેથી પણ નીચ અવતારો પામે છે. * ભગવાન શ્રીમહાવીરસ્વામી અને રાત્રિભોજન : જૈન આગમોમાં રાત્રિભોજનનો સ્પષ્ટ નિષેધ કરેલ છે - एयं च दोसं दट्ठणं, नायपुत्तेण भासियं । सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोयणं ॥ આ બધાં દોષોને પોતાની સર્વજ્ઞદષ્ટિથી જોઈને ભગવાન શ્રીમહાવીરસ્વામીએ કહ્યું છે કે - રાતે અન્ન, જળ, ફળ કે મુખવાસ સુદ્ધા પણ ન લેવા જોઈએ. તેમણે પોતાના જીવનમાં આ સિદ્ધાન્તનો ચુસ્ત અમલ કરેલ. તેમના ઉપદેશને સ્વીકારીને આજે પણ હજારો સાધુ-સાધ્વીજી સૂર્યાસ્ત બાદ ચુસ્તપણે રાત્રિભોજનત્યાગ કરે છે અને ગમે તેવી ગરમીની સિઝનમાં પણ રાતે પાણીનું ટીપું પણ લેતા નથી. લાખો જેનો સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરી લે છે. અને રાતે ખાતાં પહેલાં _ ૧ર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16