________________ 92 રામાયણ 16-12 આ સંદર્ભ આપે છે. निवृत्ताकाशशयनाः पुष्यनीता- हिमारुणाः / सितवृद्धतरायामा त्रियामा यान्ति साम्प्रतम् // પુષ્યનક્ષત્રે ઠંડી અને લાંબી રાત્રિઓ આણી. “રાત્રિના આરંભથી અંત સુધી આકાશમાં પુષ્ય નક્ષત્ર રહ્યું' એવો આ શબ્દોનો અર્થ થાય.” આ ત્યારે બને છે જ્યારે રાત્રિઓ દીર્ઘતમ અને દિવસો ટૂંકામાં ટૂંકા હોય છે, અને જ્યારે અધવૃત્ત-કોશૂર (colure) કર્કમાં પુષ્યમાં થઈને જાય છે. ઈ.સ. પૂ. સાતમી સદી પહેલાં આવી પરિસ્થિતિ હતી, જો આપણે માનીએ કે યોગનક્ષત્ર કેન્સર કર્ક નક્ષત્રના આરંભનો તબક્કો હતો. એ મહત્ત્વનું ઓછું છે કે, તારીખ એક સદી આગળ કે પાછળ જાય, કારણ કે અર્ધવૃત્ત-કોલ્યુર્સ(colures) 70 વર્ષમાં એક અંશ ખસે છે. પણ એ સ્પષ્ટ છે કે ઈ. સ. પૂર્વેની થોડી સદીઓ પહેલાં આ જ્ઞાન પ્રચલિત હતું, જેમાં પ્રાચીનતમ ગ્રીસ રાશિમાં ઉત્તરાયણ કર્કમાં રહેતું. કોઈક એક વાંધો ઉઠાવી શકે. કર્કનું નક્ષત્ર દર્શાવે છે કે આ નામ હકીકતો સાથે મેળ ખાતું નથી. અને ભારતમાં જેમ છે તે પ્રમાણે કૃત્તિકા નક્ષત્રો પોતાના અસ્તિત્વના સમયથી પણ વધુ એક સદી સુધી પ્રાધાન્ય ભોગવતા. એટલે અર્ધવૃત્ત કોશૂરની(Colure) સ્થિતિ વિશેનું આપણું જ્ઞાન બહુ જ પ્રાચીન સમયથી પ્રચલિત હતું. આ ખુલાસો શક્ય છે પણ હું એને સંભવિત માનતો નથી, કારણ કે પુષ્યનીતા કોઈ પરિભાષાનો શબ્દ નથી અને તેથી કોઈ ખગોળશાસ્ત્રીય બનાવ દર્શાવતો નથી. દેખીતી રીતે એ એક સામાન્ય શબ્દ છે. તે નિરીક્ષણમાંથી ઉદ્ભવે છે. અને ખગોળશાસ્ત્રીય શબ્દ તરીકે તેનું તવારીખની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. તવારીખ નિશ્ચિત કરવા માટે, ખગોળશાસ્ત્રને લગતાં વિધાનો ધરાવતો ખંડ પણ કદાચ ખૂબ મૂલ્યવાન છે. ૪-૨૩માં અપશુકનો વર્ણવવામાં આવે છે. ખરના રામ સાથેના યુદ્ધ પહેલાં આ અપશુકનો દેખાય છે. એમાં સૂર્ય પોતાનું તેજ ગુમાવે છે અને કાળો પડી જાય છે તે પણ છે. ગ્રહણ સાથે સંજોગો એટલા તો મળતા આવે છે કે એવું માની શકાય કે, કવિએ અંગત રીતે આનો અનુભવ કર્યો હશે, કહેવામાં આવ્યું છે. कबन्धः परिघाभासो दृश्यते भास्करान्तिके // 12 जग्राह सूर्यं स्वर्भानुरपर्वणि महाग्रहः // प्रवाति मारुतः शीघ्रं निष्प्रभोभूद् दिवाकरः // 13 उत्पेतुश्च विना रात्रि ताराः खद्योतसप्रभाः / संलीनमीनविहगा नलिन्यः शुष्कपङ्कजाः // 14