Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ રાજનગરનાં જિનાલયો હતી. આજના અમદાવાદના ત્રણ અવતાર ગણાય – આશાવલ – કર્ણાવતી – અમદાવાદ; અને હવે ચોથો અવતાર ધીમે ધીમે ધારણ કરી રહેલું સાબરમતી નદીની સામે પારનું અમદાવાદ, જેને બૃહદ્ અમદાવાદ' એવું નામ આપવાનો સમય પાકી ગયો છે ! અમદાવાદના આ સૌ અવતારોમાં જૈનોનો પ્રતાપ અને પ્રભાવ ગૂંજતો જ રહ્યો છે. અમદાવાદની સ્થાપના સં. ૧૪૬ ૮ની આસપાસ અહમદશાહ બાદશાહે કરી ત્યારે એમ કહેવાય છે કે બાદશાહે જૈનોના આચાર્ય રત્નસૂરીશ્વરજીનાં ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આશાવલ-આશાપલ્લી દસમા સૈકા પહેલાનું છે. આચાર્ય જિનેશ્વરસૂરિએ સં. ૧૮૯૨માં આશાપલ્લીમાં (અમદાવાદમાં) ૧૮૦૦૦ ગાથાવાળી લીલાવઈ કહાનલીલાવતીકથા)ની રચના કરેલ છે. આશાપલ્લી અને કર્ણાવતી અડોઅડ વસેલી હતી. તેથી એ બે અલગ-અલગ નગરીઓ ન રહેતાં એક સળંગ નગરી જેવી જ ગણાતી. આથી એને લગતી એક ને એક ઘટના સંબંધી કોઈ એનો ઉલ્લેખ “આશાપલ્લી' નામે કરતા તો કોઈ “કર્ણાવતી’ નામે કરતા. “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જણાવ્યા પ્રમાણે “પ્રભાવક ચરિત'કારના કથન મુજબ : “આંશાવલઆશાપલ્લીમાં ૮૪ મોટા શ્રીમંત શ્રાવકો વસતા હતા. ભાભા પાર્શ્વનાથનું વિશાળ મંદિર હોવાનું શ્રી સમયસુંદર ઉપાધ્યાય નોંધે છે. મરુ દેશનો શ્રીમાળી વણિક ઉદયન કર્ણાવતીમાં વસી સંપત્તિમાન થયો અને રાજા સિદ્ધરાજનો મંત્રી નિમાયો. એણે ૭ર દેવકુલિકાવાળો “ઉદયન વિહાર' નામે ભવ્ય જિનપ્રસાદ બંધાવેલ હતો, જેની પ્રશસ્તિનો કેટલોક અંશ ધોળકાની એક . પ્રતિમાની પાછલી બાજુ પર કોતરેલો મળ્યો છે.” આશાવલ્લ”માં જૈનોની ઘણી વસ્તી હતી. આશાવલ્લમાં ઘણા પરાં પણ હતાં. જૂની આશાવલ્લી નગરી મુસ્લિમકાળ દરમ્યાન ધીમે ધીમે નષ્ટ થતી ગઈ અને “આશાવલ્લ' એ નગરીનું રૂપ છોડી સંકોચાઈને એક પરું બની ગયું. આમ છતાં અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ પણ “આશાવલ્લીનો ઉલ્લેખ શહેર તરીકે પણ સાથે સાથે થાય છે. સમય જતાં, ધીમે ધીમે એક વિસ્તાર તરીકે તેનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં અનેક સ્થળોએ જોવા મળે છે. જે આશાવલઆશાપલ્લી અમદાવાદની સ્થાપના પહેલાં એક મોટી નગરી હતી અને સમય જતાં જેની એક મોટા પરા તરીકે ગણના થતી હતી, એની આજે કોઈ નિશાની પણ રહી નથી ! સં. ૧૨૪૪ની આસપાસ આચાર્ય શ્રી જિનપતિસૂરિ સંઘ સાથે “આશાપલ્લી' પહોંચ્યા હતા તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. “ચાચ' નામના શ્રેષ્ઠીએ પણ અહીં જૈન દેવાલય બંધાવ્યું હતું. શ્રી વાસુપૂજ્ય સ્વામીનું એક મંદિર અહીં હતું. આ સિવાય અહીંનાં બીજાં દેવાલયો ઉપરાંત જૈનભંડારો અને અનેક ગ્રંથો લખાયાની નોંધ પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. સં૧૬૬રમાં રચાયેલી લલિતસાગરની ચૈત્યપરિપાટીમાં આશાવલ્લી-અસાઉલિમાં મુનિસુવ્રત, શાંતિનાથ, ભાભા પાર્શ્વનાથ અને આદિનાથનાં બે દેરાસર એમ કુલ પાંચ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૪૫૮ દરમ્યાન જિનભદ્રસૂરિએ આશાપલ્લી-કર્ણાવતીમાં એક ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. ૧૧મી સદીમાં આશાવલના સ્વામી ભીલપતિ આશાને કર્ણદેવે હરાવી, આશાવલ્લ નગરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 450