________________
પરિશિષ્ટ-01 શ્રીમદ્ રાજચંદ્ર ઃ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા ભાવનાબોધ સહિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ પ્રકાશિત ગ્રંથમાં શરૂમાં પા.નં-૩ ઉપર પંક્તિમાં થોડામાં ઘણું બધું કહેવાઈ જાય છે :
જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર”
વાત કંઈક એવા જ અનોખા અવસર, અનુભૂતિની છે. આમ તો લગભગ ૨૦૧૧માં જૂનાગઢ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનાં અનોખા સંબંધ આધારિત નાટક “અપૂર્વ અવસર'ને માણ્યા પછી શ્રી કાકાસાહેબ કાલેલકરનાં શબ્દોમાં કહીએ તો અનન્ય પ્રયોગવીર અને સાર્થક કવિ એવા શ્રીમન્નાં જીવનદર્શન વિશે કંઈક પામવાની ઈચ્છા થયા. કરતી હતી. જે લગભગ હમણાં ફળીભૂત થશે તેવું લાગે છે. જુલાઈ ૨૦૦૧માં તે સમયનાં ધર્મ સામયિક પરમાર્થના “શ્રીમ” વિશેષાંકમાં આપણા આ યુગપુરૂષ, અજોડ વિદ્વાન, મર્મજ્ઞ, અને તત્વજ્ઞાની વિશે તત્કાલીન પ્રખર ચિંતક, તેમજ દર્શન શાસ્ત્રોનાં સમાલોચક પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી નોંધે છે કે... “બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન થાય છે. તેમાંથી પ્રસિધ્ધ જેન આચાર્ય આત્મરામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી સદીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને “શ્રીમદ્ રાજચંદ્ર”ના લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મોલિકતાની દ્રષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય?”
જે ઉંમરે અને જેટલાં ટૂંકા વખતમાં શ્રીમદ્ “આત્મસિધ્ધિ”માં પોતે પચાવેલ જ્ઞાન ગુયેલું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે ઝૂકી પડે છે. એટલું જ નહીં, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુઓને આપેલી આ ભેટ (આત્મસિધ્ધિશાસ્ત્ર) એ તો સંડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જેના સંસ્કૃતિ પ્રત્યે જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે.”
આ ઉપરાંત આપણા કવિવર્ય શ્રી ઉમાશંકરભાઈ જોષી કે જે પોતે ગાંધીયુગના સમર્થ ગુજરાતી કવિ, વિવેચક તથા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે તે શ્રીમ સમર્થ ભાષાવિદ્ તરીકે બિરદાવતા કહે છે કે, “ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે કે દોઢસો વરસનાં ગાળામાં એ ત્રણ મહાન ધર્મપુરુષો (૧) શ્રી સ્વામિનારાયણ (૨) શ્રીમદ્ રાજચંદ્ર અને (૩) મહાત્મા ગાંધીનાં ધર્માનુભવોનું વાહન બની છે. શ્રીમદ્ રાજચંદ્ર જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું
૨૨૯