Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 7
________________ અન્ય ગ્રંથો, જૈન નાટ્યકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા સઘળું વેરવિખેર થઈ ગયું. જ્ઞાનભંડારોમાં સાહિત્ય, તાડપત્રીઓ પર આલેખિત ગ્રંથોના પાનાં આડાઅવળાં થઈ ગયાં. કેટલાંક પુસ્તકો ખવાઈ ગયાં, સડી ગયાં. આમ, પરમાત્માની વાણી પર આલેખિત ગ્રંથો તેના પ્રમાણભૂત સિધ્ધાંતો તથા અન્ય ભગવંતો દ્વારા રચિત ભાષ્ય, ટીકાઓ, ચૂર્ણિ લુપ્તતાના આરે આવી ગયાં! મોટાભાગનું જૈન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત, અર્ધ માગધી તથા સમયાંતરે રૂપાંતરિત થતી જતી ભાષાઓમાં સર્જન પામ્યું છે, એટલે આવી પ્રાચીન ભાષાઓનાં પર્યામ જ્ઞાન, વ્યાકરણ તથા સચોટ તર્કશક્તિ અને ચિંતન મનન સિવાય આવા સાહિત્યના વારસાની સાચવણી કોણ કરે? અને આવા સંકટ કાળમાં ગુજરાતની કપડવંજની ધર્મધરા પર એક દિવ્યાત્માએ તા. ૨૯-૧૦-૧૮૯૫ના સોમવારની મધ્યરાત્રિએ જિનશાસનના દિવાકર બનીને જન્મ ધારણ કર્યો. વિ. સં. કારતક શુક્લ પંચમી - લાભપાંચમ અર્થાત્ જ્ઞાનપંચમીનો એ દિવસ હતો અને એ નવજાત શિશુ કાળાંતરમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી પ્રબળ પુરુષાર્થ આદરીને જિનશાસનના જ્ઞાનભંડારો, કલાકૃતિઓ તથા ભારતીય સંસ્કૃતિના મહાન ઉધ્ધારક બની જગતમાં જિનશાસનની અકલ્પનીય પ્રભાવના કરશે તથા જ્ઞાની દેશી-વિદેશી સંશોધકોના પ્રાણવાન પથદર્શક બનીને આગમપ્રભાકર, શ્રુતશીલ વારિધિ પૂજ્ય પુણ્યવિજિયજી મહારાજ બનીને જગમાં પ્રસિધ્ધિના ઉત્તુંગ શિખરે બિરાજિત થશે એની કોને જાણ હતી? ગુજરાતના તત્કાલીન પ્રખર પંડિતો શ્રી સુખલાલજી, શ્રી બેચરદાસજી દોશી, ટોરોન્ટો સ્થિત પ્રાધ્યાપક દલસુખભાઈ માલણિયા, તો પૂજ્ય જિનવિજયજી મ. સા., પૂજ્ય શ્રી જંબુવિજયજી મ. સા., સાધ્વી શ્રી ૐકારશ્રીજી મહારાજ, સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ તથા અન્ય વિદ્વાનોએ પૂજ્ય પુણ્યવિજયજીના સાંનિધ્યમાં રહીને તેમના વ્યક્તિત્વના મેઘધનુષી સમરંગી પ્રતિભા નિહાળી છે. તેમના સદ્ગુણોની સુવાસ માણી છે તેને તેમણે અક્ષરશઃ પોતાના લેખોમાં પ્રસ્તુત કરી છે. અત્રે સ્પષ્ટતા કરી લઈએ કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સમાન અજોડ કર્મયોગી જ્ઞાનયોગીની દીક્ષા શતાબ્દીના આ માંગલિક વર્ષમાં તેમના જીવનના વિવિધ પાસાંઓને તેમનાં સત્કૃત્યોને તેમની કાર્યશૈલી તથા જીવનશૈલીને, તેમનું સાંનિધ્ય પામેલા તેમના સમકાલીન વિદ્વાનો દ્વારા આલેખિત લેખોમાં ક્યાંય અતિશયોક્તિ, ખુશામત જેવાં તત્ત્વો દષ્ટિગોચર નહીં થાય, કારણ કે અત્રે પ્રસ્તુત થનારા લેખોના આલેખકો સિધ્ધાંતનિષ્ઠ, સત્યનિષ્ઠ, સ્વમાની અને પોતપોતાનાં ક્ષેત્ર તથા વિષયોના નિષ્ણાત ધુરંધરો છે. - રશ્મિકાન્ત એચ. જોષી શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International *** For Private & Personal Use Only 6 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252