Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 179
________________ આશ્ચર્ય પામ્યા કે આ પુગલનો કેવો અજબ ચકરાવો છે ? એના એ જ પદાર્થો મળવા છતાં તૃપ્તિ જ ન મળે ? એનો ઘેરાવો પણ ગજબનો છે કે તેમાંથી મનુષ્ય બહાર જ ન નીકળે. એ મહામાનવો પૌગલિક પદાર્થોની જાળથી મુંઝાયા અને જાળને તોડીને બહાર નીકળ્યા. તેઓ સમજી ગયા કે ઓહો આ તો અજાયબ છે કે : પાણી માંહે ગલે જે વસ્તુ, જલે અગ્નિ સંયોગ પુદ્ગલપિંડ જાણ તે ચેતન, ત્યાગ હરખ અહ સોગ. લોખંડનો ટુકડો પાણીમાં રાખી મૂકો કાટ લાગીને ગળવા માંડે, અગ્નિના સંયોગે જળવા લાગે છે, તેમ પુદ્ગલ પણ ગળે છે, અને નાશ પામે છે. તેમાં વળી અષ્ટ કાર્મણ વર્ગણાતો જીવને બાંધી જ લે છે. આવા પુદ્ગલના બંધનથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો તે પરમાર્થની આરાધના છે. પુદ્ગલના મોહનું પ્રથમ પરિવર્તન કરો પછી તેનો પરિહાર કરો. પરમાતમથી મોહ નિરંતર, લાવો ત્રિકરણ શુદ્ધ, પાવો ગુરુગમ જ્ઞાન સુધારસ, પૂરવાર અવિરુદ્ધ. પુદ્ગલને બદલે પરમાર્થને જે નિરંતર ભજે છે તે ગુરુગમ અમૃતરૂપી સુધારસને પામે છે. તે પ્રાણી જગમાં ધન્ય છે, જે શુદ્ધ ધર્મથી પ્રતિજ્ઞાબદ્ધ હોય છે. પ્રાણાંતે પણ આત્મશુદ્ધિને ધારણ કરી પરમાર્થની પ્રાપ્તિ કરે છે. પુગલના સર્વ પદાર્થો પર છે, પરમાર્થના સઘળા સાધનો કે પ્રયોજનો સ્વાત્માના છે. આવો જેને વિવેક જન્મે છે તે નરમાં પણ શિરોમણિ થઈ સ્વાત્માને પામે છે. જ્ઞાનદેષ્ટિ કે તત્ત્વષ્ટિ થતાં સર્પ જેમ કાંચળી ત્યજી દે છે. તેમ સાધક પુગલને ત્યજી દે છે. પછી પુનઃ ધારણ કરતો નથી. સ્વ-પરનો કે જડ-ચેતનનો વિવેક તેને પરમાર્થ માર્ગમાં તારક બને છે. પુદ્ગલનો સંગ છૂટી જતાં જીવને કર્મનો સંગ પણ છૂટી જાય છે. પરમાર્થની પ્રાપ્તિ એ જ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. તે પામ્યા વગરનું જીવન વ્યર્થ છે. પરમાર્થ પામવાનો અવસર કે અવતાર મળી જ ગયો છે, માટે પરમાર્થની પ્રાપ્તિ જ કર્તવ્ય છે. ૧૬૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180