Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 59 પણ સ્ત્રી અવધ્યા હોવાથી એને જંગલમાં રખડતી મુકી દેવી જેથી તે આપોઆપ મૃત્યુને પામી જશે. રાજાઓને શું ? વિચાર થયો કે તરત જ એનો અમલ. મંત્રીને બેલાવી રાજાએ તરત જ પિતાની હકીકત કહીને એ રાણીને હિંસક પ્રાણીઓનો શિકાર થવા જગ-. લમાં છોડી દેવાનો હુકમ કર્યો. સમયને જાણનારા મંત્રીએ અત્યારે રાજાને કંઈ પણ શિખામણ ન આપતાં તેમની વાત કબુલ કરી દીધી. નવી રાણીને જંગલમાં છોડવાને બહાને લઈ ગયો ને પોતાના મહેલના ભંયરામાં ગુપ્તપણે છુપાવી દીધી. એ રડતી નારીને ધીરજ આપી. બુદ્ધિનિધાન મંત્રી રાજા પાસે આવ્યે પોતાના મનનો ભાર હવે હલકો થયો હોવાથી રાજા ખુશમીજાજમાં મંત્રીઓ અને સભાસદો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા, મંત્રીએ પણ અવિચારી રાજાનું શલ્ય દૂર થાય તેવી એક રમુજ ભરી. કથા કહેવા વિચાર કર્યો. ' : “મહારાજ ! આપણા નગરમાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો છે તે આપના જાણવામાં આવ્યું કે ?! મંત્રીએ શરૂઆત કરી. ' * કહી સંભળાવો તો વારૂ, શી નવાઈની એ વાત. છે?” રાજા સહિત અન્ય સભાસદો પણ મંત્રીની વાર્તા સાંભળવાને અધીરા થયા. - “આપણા નગરમાં ધન્ય નામે એક શ્રેષ્ઠી હતો. તેને શ્રીમતી નામની ભાર્યાથી ચાર પુત્રો થયા, ધન, ધન, ધર્મ અને સેમ. એ ચારે પુત્રોને પરણાવી શેઠે પોતાના. ધંધામાં પારંગત કર્યા. એક દિવસ ધન્ય શેઠ બીમાર થયા, એ બીમારીએ ભયંકર રૂપ ધારણ કર્યું, શેઠનો મરણકાલ સમીપે આવ્યું, ત્યારે સગાંસંબંધી વગેરે બધાં ભેગાં થયાં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust