Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
થયા છતા એમના વિવાદને નિવારી શક્યા નહિ. એ ચારે કન્યા માટે હકદાર હતા. લલિતાંગે વિદ્યાધરને મારી નાંખ્યા હતા. બીજાએ જ્યાતિષ્ય લગ્નથી વિદ્યાધરને મતાન્યેા હતા. ત્રીજાએ વિમાન રચીને બધાને વિદ્યાધર પાસે લઈ જવામાં સહાય કરી હતી તે ચાથા મૃત રાજકુમારીને સજીવન કરનાર હતા. એ ચારે રાજકુમાર સમાન રૂપવાળા, મહાસામતના કુમાર, બળવાન અને કન્યા મેળવવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળા હોવાથી રાજા વિષાદમાં પડી ગયા. જેથી ત્રણ અપમાન કરી એને કન્યા આપવાની રાજાની હિંમત ચાલી નહિ. અથવા તા આ ચારેમાંથી આ કન્યાને ચેાગ્ય વર કાણુ હરશે તે પણ જણાયું નહિ. કન્યાની. પ્રતિજ્ઞા ચારે જણે પૂર્ણ કરેલી હાવાથી એકેને કન્યા આપી શકાઈ નહી. ત્યારે મત્રી વગેરે બધા એમના વિવાદને ઢાળવા અસમ થયા છતા બહુજ દુ:ખી થયા.
આ હકીકત સાંભળી રાજબાળા મનમાં દુ:ખને ધારણ કરતી વિચાર કરવા લાગી. “ અહે। ! આ મારા રૂપને ધિક્કાર થાએ. જે રૂપમાં લાભાઇ આ ચારે ઉત્તમ નરરત્ના પરસ્પર વિવાદને કરતા ફ્લેશ કરે છે. જો કે મારૂ અન લલિતાંગ તરફ આકર્ષાયેલુ' છે છતાં મારા દુર્ભાગ્યથી હું તેમને મેલવી શકું તેમ નથી. ને પિતાજી પણ દુ:ખી થયા છતા વિવાદને ભાગી શકતા નથી. એવા મારા વિતને ધિક્કાર છે. આ આપત્તિમાંથી છુટવાને મરણ સિવાય અન્ય કાઈ ઉપાય નથી. જોકે આત્મઘાત કરવા નિષિદ્ધ છે, છતાં કવચિત્ શુદ્ધ પણ છે.”
રાજકુમારીએ આ દુ:ખમાંથી છુટવાને પિતાને વિનતિ કરી.” પિતાજી!'આપ વિષાદ ન કરો, આપ મને કાષ્ટ શક્ષણ કરવાની રજા આપે કે જેથી આ
આપત્તિમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com