Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથા-પરિચય આ દીર્ઘકથાનો આધારગ્રંથ છે - “સુરસુંદરીરાસ.' આ રાસની રચના પંડિતપ્રવર શ્રી વીરવિજયજીએ વિ. સં. ૧૮૫૭ માં અમદાવાદમાં રહીને કરેલી છે. જૈન ગુજરાતી સાહિત્યમાં પંડિત પ્રવરશ્રી વીરવિજયજીનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ અને અસાધારણ છે. તેઓની એક-એક રચના પદલાલિત્યથી ભરપૂર છે. વર્ણનશૈલી પણ રોચક અને બોધક છે. “સુરસુંદરીરાસમાં તેઓએ સાહિત્યના નવે રસોને અનન્ય રીતે બોલાવ્યા છે. પુષ્ટ કર્યા છે. આ રાસને વાંચતાં સહેજે એમ થઈ આવે કે જાણે કાવ્યની પંક્તિઓને, શબ્દોનું સૌન્દર્ય નીતરતું જોબન ફૂટયું છે. આ રાસ-કાવ્યમાંથી કથાવસ્તુ લઈને મેં પ્રસ્તુત પુસ્તક વિ. સં. ૧૦૩૭માં ધાનેરા (ગુજરાત)ના ચાતુર્માસ દરમ્યાન લખ્યું હતું. કથા વાંચતા વાંચતાં સાત્વિક રસાનુભૂતિ તો થશે જ, સાથે જ 'શ્રી નમસ્કાર મહામંત્ર” ઉપર અગાધ શ્રદ્ધા પણ જાગશે. સહુ કોઈ આ કથાનું વાંચન કરીને અન્તર્મુખ બને. અનાસક્ત બને, એ જ મંગલ કામના સાથે.. - પ્રિયદર્શન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 307