Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 85
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પણ એમનો મનનો સંકલ્પ મજબૂત હતો. એ પછી ભગવાન મહાવીરના ૨૫00માં નિર્વાણ વર્ષ ૧૯૭૪ની ૧૨મી જૂનના દિવસે ‘શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ'ની રચના કરવામાં આવી. દિલ્હી શ્રીસંઘના કુશળ માર્ગદર્શક અને અગ્રણી લાલા રામલાલજીએ આ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ઉપરાંત સર્વશ્રી સુંદરલાલજી (મોતીલાલ બનારસીદાસ) તથા ખેરાયતીલાલજી (એન.કે .રબ્બર) એના આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા. લાલા રતનચંદજી (રતનચંદ રિખવદાસ જૈન) તથા રાજ કુમાર જૈન (એન. કે. રબ્બર) નિધિના અધ્યક્ષ અને મંત્રી બન્યા. સર્વશ્રી બલદેવકુમાર અને રાજકુમાર રાયસાહબ ઉપાધ્યક્ષ તરીકે વરણી પામ્યા તેમજ શ્રી ધનરાજજીની કોષાધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ. શ્રી વિનોદલાલ એન. દલાલને નિર્માણ ઉપસમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સામાજિક કાર્યકર શ્રીમતી નિર્મલાબહેન મદાન તથા પાલનપુરવાળા શ્રીમતી સુરેશાબહેન એડ્વોકેટની વલ્લભસ્મારક પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા જોઈને તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૪ની ૩૦મી જૂને આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીનો દિલ્હીમાં પ્રવેશ હતો. એ પૂર્વે કાર્ય સિદ્ધ કરવાનું હતું. મહત્તરાજીના પરિશ્રમ અને પ્રબળ સંકલ્પ રંગ લાવ્યા. આચાર્યશ્રીના દિલ્હી-આગમનના પંદર દિવસ પૂર્વે જી. ટી. કરનાલ માર્ગ પર ૧૫મી જૂને સત્યાવીસ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખરીદવામાં આવી. (એ પછી આ જમીનની પાસે બીજી ચૌદ હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી). મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનો પ્રથમ સંકલ્પ પૂર્ણ થયો. આ જમીનની ખરીદીમાં પણ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની દૂરંદેશીતાના દર્શન થાય છે. એક તો એમને આ જમીન શહેરના ભરચક વિસ્તારમાં મળતી હોય તોપણ નહોતી ગમતી. તેમનો વિચાર દેઢ હતો કે શહેરની બહાર શાંત, એકાંત વિસ્તાર જ સ્મારકની ભાવનાને અનુરૂપ ગણી શકાય. જોતાં જોતાં રૂપનગરથી સાડાબાર કિલોમીટર દૂર નાંગલીપૂના ગામ પાસેની નીલા આસમાનના શાંત વાતાવરણમાં આવેલી, ચારેબાજુ હર્યાભર્યા ખેતરો વચ્ચેની આ એકાંત જગ્યાએ તેમને લોહચુંબકની જેમ આકર્ષા, આ જગ્યાએ બેસીને તેમણે ગુરુ આત્મવલ્લભના પાંચ ભજન ગાયા અને જેટલા કાર્યકર્તાઓ ત્યારે સંસ્કૃતિમંદિરનું સર્જન બેઠા હતા એની સામે એવી ભાવના વ્યક્ત કરી કે દસ વર્ષ પછી આ ધરતી ઉપર જ ગુરુ વલ્લભની દીક્ષાશતાબ્દિ ઉજવજો. પછી તેની આજુબાજુના અલીપુર, ખેડાકલા, સમયપુર, બાદલી વગેરે ગામોમાં વિચર્યા, વ્યાખ્યાન કર્યા, પ્રેમ સંપાદન કર્યો. ગોચરીપાણી કર્યા. લાગ્યું કે ચારેબાજુ ગામના લોકો ભક્તિભાવવાળા છે, શાકાહારી છે. આપણા લોકો તો અહીંથી દૂર રહે છે. સ્મારકની સાચી રક્ષા તો આ લોકો જ કરશે, જેથી ભવિષ્યમાં સમારકને કોઈ ખતરો નહીં રહે. પછી પૂ. મહારાજ શ્રીએ સ્મારકના ટ્રસ્ટીઓને બોલાવીને કહ્યું કે આ જમીનની દિવાલની પાછળની જગ્યા આપ સૌ લઈ લો અને ત્યાં પોતાના ફાર્મહાઉસ બનાવી લો. ભવિષ્યમાં બાળકો પોતાના ફાર્મહાઉસમાં આવશે તો પ્રભુના, ગુરુના દર્શન કરશે અને સ્મારકની રક્ષા થશે. ભવિષ્યમાં કદાચ સ્મારકની જગ્યા ઓછી પડશે તો તે કામ આવશે. પૂ. સાધ્વીજી મહારાજનો પડ્યો બોલ લોકો ઝીલતા અને આ રીતે આજુબાજુની જગ્યા પણ ટ્રસ્ટીઓ દ્વારા લેવાઈ ગઈ. તે સમયે આતંકવાદનું જોર હતું, છતાં તેઓ ત્યાં નિર્ભયતાપૂર્વક રહેતા અને મજૂરો તથા આશરે આવેલા સૌને સંરક્ષણનું વાતાવરણ પૂરું પાડતા હતા. ભગવાન મહાવીરના ૨૫00માં નિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરિજીનો દિલ્હીમાં પ્રવેશ થયો. આ સમયે જૈન ધર્મના ચારેય સંપ્રદાયોએ મળીને આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. આ નિર્વાણવર્ષના રાષ્ટ્રીય મહોત્સવમાં સાન્નિધ્ય પ્રદાન કરવા માટે આચાર્યશ્રી વિજય ઇન્દ્રન્નિસૂરિજી, આચાર્ય વિજયપ્રકાશચંદ્રસૂરિજી, ગણિ જનકવિજયજી આદિ મુનિવરોનો તેમજ સાધ્વીગણનો ભવ્ય નગરપ્રવેશ થયો. વિરાટ જનસભા થઈ અને સહુએ સાધ્વીશ્રીની પ્રેરણાથી થયેલા ભૂમિસંપાદનના કાર્ય માટે પ્રસન્નતા વ્યક્ત કરી. ૧૯૭૪ના આ ચાતુર્માસમાં તમામ સંપ્રદાયોએ તેમને આગવું નેતૃત્વ પ્રદાન કર્યું. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ તેમને સોંપાયેલાં કાર્યો સારી રીતે કર્યો તેનો આનંદ પ્રગટ કરવાની સાથોસાથ પૂજ્ય આચાર્ય મહારાજે એની ખૂબ અનુમોદના કરીને આશીર્વાદ આપ્યા. ૧૯૭૪ની ૨૪મી ડિસેમ્બરે પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી ૧૫૮ - ૧૫૯

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161