Book Title: Pravachansara Piyush Part 3 Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah Publisher: Grand Rapid America Mumukshu Mandal America View full book textPage 7
________________ અંગીકાર કરેલ. ટીકાકાર આચાર્યદેવ આ અધિકાર શરૂ કરતાં પહેલા ફરીને એ પંચ પરમેષ્ટિને નમસ્કા૨ કરે છે. મૂળ સૂત્રકર્તા પણ એ જ રીતે પંચ પરમેષ્ટિને નમસ્કાર કરાવે છે. અર્થાત્ પોતે જ રીતે શાસ્ત્રની શરૂઆતમાં નમસ્કાર કર્યા હતા તે રીતે પાત્ર જીવ પણ નમસ્કાર કરીને મુનિપદ અંગીકા૨ ક૨ે એવો ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. આચાર્યદેવ એક શરત મૂકે છે કે જો જીવ દુઃખથી સંપૂર્ણપણે મુક્ત થવા ઈચ્છતો હોય તો આ પ્રમાણે કરો. બધા જીવો દુ:ખથી છૂટવા માગે છે. વળી જ્ઞાનીએ તો દુઃખથી છૂટવા માટેનો એક માત્ર ઉપાય જે મોક્ષમાર્ગ છે તે અંગીકાર કર્યો છે. તેથી જ્ઞાનીને આ શ૨ત દર્શાવવાની શી જરૂ૨ એવો ભાવ અવશ્ય આવે. : અહીં પરિમુક્ત થવાની વાત છે એટલે કે સંપૂર્ણપણે મુક્ત થવાની વાત છે. અજ્ઞાનીને જે પ્રકારે આકુળતા અનુભવાય છે એવી આકુળતા જ્ઞાનીને નથી. સવિકલ્પ દશામાં પણ તેને શાંતિ સમાધાન રહે છે. અને નિર્વિકલ્પ દશા તો અતીન્દ્રિય આનંદરૂપે વેદાય છે. જ્ઞાનીને એનાથી સંતોષ થતો જ નથી. જીવમાં એક અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. તેથી જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગતા – કેવળજ્ઞાન અને અનંત સુખની પ્રગટતા ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે. તે રીતે સાધક અર્ધે માર્ગે અટકી જાય એવી શક્યતા જ નથી. પરંતુ અહીં તો સાધક પોતાના ધ્યેય તરફ ઝડપથી આગળ વધે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. દુઃખ ગમતું નથી અને દુઃખ ટકતું નથી. તેથી દુ:ખ વસ્તુનો સ્વભાવ નથી. માટે જ્ઞાન દુઃખથી સંપૂર્ણ મુક્ત થવા માટે શીઘ્ર તૈયા૨ ક૨ે છે. : : : સુખના સ્થાને કયારેક થોડું દુ:ખ આવે તો પછી ફરી સુખ આવે. તેનો સવિશેષ આનંદ તેને થાય છે. આપણે સુખના વિષયમાં પણ લાંબુ ટકતા નથી. વિષય બદલાવીએ છીએ. તેથી પ્રશ્ન થાય કે સિદ્ધ ભગવાનને દરેક સમયે અનંત સુખની પ્રગટતા થાય તેથી તેને કંટાળો ન આવે ! આપણે એ ભૂલી જઈએ છીએ કે જે ઈન્દ્રિય સુખનો અનુભવ આપણને થાય છે તે ખરેખર સાચું સુખ નથી માટે ઉપયોગ ત્યાં ટકતા નથી અને ભાગાભાગી કરે છે. સાચું અતીન્દ્રિય સુખ મળે પછી તેને છોડવાનો પ્રશ્ન રહે નહીં. તેથી આ પ્રકા૨નો તર્ક નકામો છે. અહીં એ તર્ક એ પ્રમાણે થાય છે કે આપણા અનુભવમાં એમ આવે છે કે સુખ અને દુઃખ વારા ફરતા આવે છે. એ રીતે જ હોવું જોઈએ. એક ધારા પ્રવચનસાર - પીયૂષ આ રીતે પાત્ર જીવને શ્રામણ્ય અંગીકાર ક૨વાની પ્રેરણા કરીને હવે પોતે એક બીજી વાત કરે છે. જે માર્ગે જવાની વાત છે તે અજાણ્યો માર્ગ નથી. પોતે શ્રામણ્ય અંગીકા૨ કર્યું છે. અને બીજાને એ માર્ગે આવવાનું આમંત્રણ આપે છે. કોઈને એમ લાગે કે મુનિધર્મનું પાલન કઠીન હશે પરંતુ તેમ નથી. મુનિદશા દુઃખરૂપ હશે પરંતુ તેમ નથી. પોતે મુનિધર્મનું પાલન કરીને કહે છે કે જે કાર્ય અમે સહજપણે કરી રહ્યા છીએ. તે કાર્ય તમો પણ સહજભાવે કરી શકશો. આ માર્ગે અનાદિકાળથી અનંત જીવો મુક્તિને પામ્યા છે અને પામશે માટે તમો સંદેહ અને ભય છોડીને નિઃશંકપણે મુનિધર્મ અંગીકાર કરો. ગાથા- ૨૦૨ : બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છુટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી. ૨૦૨. (શ્રામણ્યાર્થી) બંધુ વર્ગની વિદાય લઈને, વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને. આ ગાથામાં જે મુનિપદ લેવા તૈયાર છે તે ૭Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216