________________
પ્રતિમા પૂજન
જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તણુંક થાય છે. તેટલી શ્રી જિનમંદિરમાં થઈ શકતી નથી.
એક પિતાના ઘર તરફને રાગ, શેરી તરફના રોગના કારણે ઓછો થાય છે. શેરી તરફને રાગ, શહેર તરફના રોગના કારણે ઓછો થાય છે. શહેર તરફને રાગ, રાજ્ય તરફના રોગના કારણે ઓછો થાય છે. રાજ્ય તરફન, રાગ રાષ્ટ્ર તરફના રોગના કારણે ઓછો થાય છે. રાષ્ટ્ર તરફનો રાગ, વિશ્વ તરફના રોગના કારણે ઓછો થાય છે અને વિશ્વ તરફને રાગ વિકવેશ્વર શ્રી વીતરાગ પરમાત્મા તરફના રોગના કારણે ક્ષીણ થાય છે.
શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીર પરમાત્મા તરફ અપાર રાગ હતા. પ્રશસ્ત તે રાત્રે તેમને અન્ય કોઈને રાગી બનતા બચાવ્યા હતા અને જ્યારે શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા ત્યારે આ રાગનો પણ વિલય થઈ ગયા અને શ્રી ગૌતમસ્વામીજી શ્રી વીતરાગ સર્વજ્ઞ, કેવળી ભગવંત બની ગયા.
બે હાથે સાગર તરવાની વાત જેટલી જ અશક્ય પ્રાયઃ વાત શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાના આલંબન વિના, તે પ્રતિમા ઉપર ભક્તિરાગ વિના ભવસાગર તરવાની છે. શ્રી વીતરાગ, સર્વજ્ઞ, અરિહંત પરમાત્માની શાન્તાકાર મૂર્તિના દર્શનથી અને તેમના ગુણ-ગાનમાં લીન થવાથી, ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુવિચારે ટકી શક્તા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હઠાવવાનું એક પરમ સાધન મળી જાય છે.
જ્યાં સુધી પૂર્ણ આત્મ-વિશુદ્ધિ થઈ નથી, ત્યાં સુધી જીવનમાં ઊંચે ચઢવોને આ જ ઉત્કૃષ્ટ માગે છે. જેઓ આ માગને માનતા નથી, પણ પિતાને પૂર્ણ વિશુદ્ધ થયેલા માની, સમભાવને ધારણ કરનારા ગણે છે, તેઓ જે ખરેખર રાગ-દ્વેષ રહિત હોય, તે પોતાના ગુરૂ આદિનું બહુમાન કરી તેમના પર રાગ રાખી શકે ખરા ? તેમની આહાર-પાત્ર-વસ્ત્રાદિ વડે ભક્તિ કરે ખરા ? તે શું રાગરહિતપણાનું ચિહ્ન છે ? સમભાવમાં લીન રહેનારને તે સામાયિક છે. તે પછી તે ગુરૂ પાસે જઈ સામાયિક પ્રતિક્રમણાદિ કરે ખરા ?
સ્ત્રી પુત્રાદિ પ્રિય વસ્તુના સંગથી હર્ષ અને તેમના વિયોગથી શેક! લક્ષમી, માલ, મિક્ત, દુકાન વગેરેના લૂંટાવાથી સંતાપ અને