Book Title: Pratikraman Guide
Author(s): Dhiraj Damji Pasu Gala, 
Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી અઠ્ઠમ ભત્તેને ઠેકાણે કેટલામો ઉપવાસ ૪થો સળંગ ઉપવાસ ૫મો સળંગ ઉપવાસ ૬ ઠો સળંગ ઉપવાસ ૭મો સળંગ ઉપવાસ ૮મો સળંગ ઉપવાસ ૨૦મો સળંગ ઉપવાસ દસમ ભત્તે બારસ ભત્તે ચૌદસ ભત્તે સોલસ ભત્તે અઠા૨સ ભત્તે ૪૨ ભત્તે (૨) સામાયિકમાં સમય મર્યાદા વધારવાની વિધિ: પહેલાં ગુરૂદેવને (અથવા ગુરૂદેવની અનુપસ્થિતિમાં શ્રી સિમંધર સ્વામીને) વંદના કરી, સામાયિકની સમય મર્યાદા વધારવાની આજ્ઞા લેવી. પછી દ્રવ્ય થકીનો પાઠ આ પ્રમાણે બોલવોઃ ‘દ્રવ્ય થકી સાવજ્જ જોગના પચ્ચખ્ખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી મૂળથી ૨ માં ૨ ઉમેરીને ૪ ઘડી સુધી અને તે ઉપરાંત ન પાછું ત્યાં સુધી, ભાવ થકી વોસિરામિ.' આમ સમય મર્યાદા ૪, ૬, ૮...ઘડી વધારી શકાય. પછી ૩ નમોથ્થાંના પાઠ બોલવા. · ફોર્મ્યુલા (૩ઉપવાસના ૮) (૪૪૨)+૨ (૫૪૨)+૨ (૬૪૨)+૨ (૭૪૨)+૨ (૮૪૨)+૨ (૨૦૪૨)+૨ (૩) ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ : (એ) સમજો કે તમે સાંજે ૬ વાગ્યે સામાયિક બાંધ્યું. સૂર્યાસ્ત ૬.૩૦ વાગ્યે થાય, એટલે પ્રતિક્રમણના પહેલા આવશ્યકની આજ્ઞા તમે ૬.૩૦ વાગ્યે લો, આમ ૨૪ મિનિટથી એટલે કે એક ઘડીથી વધુનો સમય થઈ જાય, તો ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ બીજી વાર કરી લેવી જોઈએ. સાધુ/ સાધ્વી હાજર હોય તો એ ૬.૨૫ વાગ્યે ક્ષેત્ર વિશુદ્ધિની આજ્ઞા આપે. ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ આ પ્રમાણે કરવીઃ • વંદના ક૨ીક્ષેત્ર વિશુદ્ધિની આજ્ઞા લેવી. સામાયિકના પહેલા ચાર પાઠ બોલવા. (૨૬)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32