Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 847
________________ અણુત્તરોવવાઈ સૂત્રને, નમીએ ભવિજન સાર, સંજય લઈને અણુત્તરે ઉપન્યા તેહ અધિકાર. ૯ દશમાં અંગને વંદીએ, પહવાગરણ નામ, પૂજો ધ્યાવો ભાવથી, લેવા શિવસુખ ધામ. ૧૦ વિવાગસૂત્ત અગિયારમું, દુઃખ સુખ ફળ અધિકાર, તજીએ પાપને પુણ્ય પણ, ભજીએ સંવર સાર. ૧૧ જે બાર ઉપાંગના દુહા જ બાર ઉપાંગમાં આદ્ય છે, ઓલવાઈ જેહનું નામ, વિધવિધ વાતે સોહામણું, પૂજો મન અભિરામ. ૧ રાયપસેણિય સૂત્રમાં, રાજા પ્રદેશી અધિકાર, સૂર્યાભ દેવ નાટક કરે, વીર પ્રભુ આગળ સાર. ૨ જીવાજીવ પદાર્થનું, ઉપજે જેહથી જ્ઞાન, જીવાભિગમ ઉપાંગને, પૂજો બહુવિધ માન. ૩ પન્નવણા સૂત્રે કહ્યા, પદ છત્રીસ રસાળ, ઉપાંગમાંહી જે શ્રેષ્ઠ છે, સુણજો છોડી જંજાળ. ૪ સૂરપનત્તી શાસ્ત્રમાં, રવિ શશિનો છે વિચાર, સોહમગણધરે વર્ણવ્યો, ખગોળ શાસ્ત્ર વિસ્તાર. ૫ પન્નત્તી જંબૂદ્વીપની, જંબૂઢીપ અધિકાર, ભરત ઐરાવતને વળી, મહાવિદેહાદિક ધાર. ૬ ચંદપની ઉપાંગમાં, ચંદ્રાદિકનો સંચાર, ગુરુગમથી તે જાણીએ, અનુયોગ ગણિત ઉદાર. ૭ નિરયાવલિયા ઉપાંગમાં, નરકાદિક અધિકાર, સુણી ચેતે ભવિજના, પાપ ન કરીએ લગાર. ૮ કપ્પવર્ડસિયા સૂત્રમાં, શ્રેણિક પત્ર અધિકાર, દશ અધ્યયન છે ભલાં, સુણિયે ભાવે ઉદાર. ૯ સાધ્વી સુભદ્રનો રૂડો, સંદર્ભ સુણજો હેત, તે આગમ પુષ્કિસા નમો, કરવા મુક્તિ સંકેત. ૧૦ પુષ્પગુલિઆ ગ્રંથમાં, સિરિ આદિ દશ અધિકાર, તે આગમ એવો સ્તવો, કરવા ભવ વિસ્તાર. ૧૧

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850