Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધિ-ભદ્ર-કાર-અરવિન્દ-યશોવિજય-મુનિચન્દ્રસૂરિભ્યો નમઃ સંપાદકીય શ્રી પ્રમાણનય તત્ત્વાલક ગ્રન્થની શ્રી રામગોપાલાચાર્યકૃત બાલબોધિની ટીપ્પણીનો ભાવાનુવાદ શ્રી પરમકૃપાવતાર પરમાત્માના અનુગ્રહથી તથા ગુરુવર્યોની કૃપાથી પ્રાથમિક જૈન ન્યાયશાસ્ત્રના જિજ્ઞાસુ સમક્ષ મૂક્તા આનંદ થઈ રહ્યો છે.. ...પ્રકાશનની પૂર્વસંધ્યા... - આ ગ્રન્થનું પ્રથમવાર અધ્યયન સુરતમાં પંડિતવર્ય શ્રી ધીરુભાઈ પાસે કરવાનું થયું ત્યારે ઘણા બધા જ્ઞાનભંડારોમાં તપાસ કરાવવા છતાં પુસ્તક પ્રાપ્ત ન થયું તે સમયે ઝેરોક્ષ કોપી કરાવીને તેના આધારે અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ ત્યારે મનોભૂમિમાં એક બીજ પડ્યું કે આ ન્યાયશાસ્ત્રના જિજ્ઞાસુ અભ્યાસીઓને ઉપયોગી એવા પાઠ્યપુસ્તકનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે, પછી તે બીજને અંકુરિત કરવામાં પૂજયશ્રીની પ્રેરણાના અમી સીંચાયા અને પરમાત્માની કૃપાથી ભાવાનુવાદ સાથે ગ્રંથરત્ન પુસ્તક સ્વરૂપે ફલિત થઈ અભ્યાસુઓ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે . કૃતજ્ઞ ભાવની વ્યક્તિ...હણ સ્વીકૃતિ.ચરણે અગણિત નતિ. • દિવ્યાંશીષદાતા, યુગમહર્ષિ શ્રી દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા • ભાગવતી દીક્ષા દાતા, સદાય સ્વાધ્યાય અને સંયમની સુધાનું સિંચન કરનારા, ગુરુદેવ શ્રીમદ્વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા.... સ્વાધ્યાયકલક્ષી, સરલસ્વભાવી, પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રી અરવિન્દસૂરીશ્વરજી મહારાજા.......... • અનુભવના ઉદ્ગાતા, પ્રતિપળ પ્રસન્નતાનો પમરાટ જગાવનારા, સમયે સમયે અધ્યયન-અધ્યાપન લેખન માટેની પ્રેરણા-પ્રોત્સાહન આપનારા, પૂજ્ય આચાર્ય ભગવંત, ગુરુદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા..

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348