Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ઉપદેશપદ-અનુવાદ
તેમાં સંદેહ નથી. અમારાં ચિંતવેલ અને બેલેલ વચનમાં આપે કેપ ન કરે.” શંકિત મનવાળા રાજાએ એકાંતમાં પિતાની માતાને પૂછયું, એટલે સત્ય હકીકત જણાવી, કેમ એમ બન્યું?” પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “ઋતુકાળ-સમયે શરીરને પખાળી આભૂપણ પહેરેલા કુબેર વિશે મને અભિલાષા ઉત્પન્ન થઈ.” એમ કહ્યું, એટલે તેને કઈક સંભોગ કહે છે, પરંતુ તે તેના બીજથી નહિં, પરંતુ રાજાના બીજથી જન્મેલે છે.” માતા ઉપર અપમાન કર્યું, એટલે સુમતિએ તેને સમજાવ્યું કે, “હે દેવ! સ્ત્રીઓને સ્વભાવ ચંચળ હોય છે. જેમ પાકેલા અન્ન ઉપર સુધાવાળાને અભિલાષા થાય છે, તેમ સર્વ કામી પુરુષોને સર્વ સ્ત્રીઓ અભિલષણય થાય છે. જેમ રક્ષણ કરાયેલું ધાન્ય અખંડિત રહે છે, તેમ આ સ્ત્રીઓ પણ રક્ષાયેલી અખંડિત રહે છે. જે કૌતુકથી પણ.
કહેવું છે કે-એકાંત ન હોય, ક્ષણ-પ્રસંગ ન હોય, પ્રાર્થના કરનાર મનુષ્ય ન હાય, તે કારણથી હે નારદ ! નારીનું સતીત્વ ટકી રહે છે. વળી શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે, “કુંતી અને પાંડુના પાંચ પુત્રો થયા સંભળાય છે, પરંતુ ચંદ્ર સમાન ઉજજવલ કીર્તિવાળા પાંડુરાજાએ એક પણ પુત્રને જન્મ આપ્યો નથી.”
તો હે સ્વામિ! તેના ઉપર અવકૃપા ન કરવી અને તેનો દોષ ઉઘાડે ન પાડવો. કારણ કે, “મનુ મુનિએ આ મહિલાને દોષ ગણેલ નથી. ” તેમણે આ પ્રમાણે કહેલું છે. કે, સ્ત્રી જારથી દૂષિત થતી નથી, રાજા રાજકર્મથી દૂષિત થતો નથી, જળ મૂત્ર અને પુરીષ (વિષ્ટ)થી દૂષિત થતું નથી અને વિપ્ર વેદકર્મથી દૂષિત થતો નથી.” અત્યંત વિચક્ષણ વર્તનવાળો હોવાથી સર્વ મંત્રીઓના ઉપર તેને સ્થાપન કર્યો. આ લેક અને પરલોકમાં વિરુદ્ધ ન બને તેવી સુંદર પ્રતિષ્ઠા પામ્યા. (૩૩)
૧૫૧ થી ૧૫૮–નવ ગાથાઓને અક્ષરાર્થ–તથા પ્રકારના મગધ આદિ દેશના રાજા મંત્રીની શોધ કરતા હતા, ત્યારે કોઈકે રાજાને કહ્યું કે, “સુમતિ નામને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ ઘણી બુદ્ધિવાળે છે. બાકીના સામાન્ય જનની બુદ્ધિની અપેક્ષાએ ઘણી ચડિયાતી બુદ્ધિવાળે છે, પરંતુ નેત્ર વગરનો-આંધળે છે. ત્યાર પછી રાજાએ સુમતિને
લાવી મંગાવ્યો. સુંદર કાયાવાળી મુખ્ય હાથણું ઉપર રાજા જાતે આરૂઢ થયા અને બીજી બાજુ તેને ચડાવીને હાથણી પર બેસાર્યો. તેની વિશેષ પ્રકારની બુદ્ધિની પરીક્ષા માટે માર્ગમાં પાકેલાં બરવાળી બોરડીઓ હતી. “તે ફળ ભક્ષણ કરવા લાયક છે. એમ કહીને રાજા જવા તૈયાર થયા અને ચાલવા લાગ્યા, ત્યારે રાજાને રેકી રાખ્યા. આ બોરડીઓ શુભ નથી, તેની પરીક્ષા કરી. “આ વાત તે કેવી રીતે જાણી? એમ પ્રશ્ન કર્યો, એટલે તેણે કહ્યું કે, “માર્ગમાં જે બેરડી હોય, એનાં ફળ બીજા ગ્રહણ કરે જ નહીં” “આનું જ્ઞાન કેવી રીતે થયું?” અહિં અતિશયથી પદાર્થ જાણ. એટલે રાજાને સંતોષ થયે.
ઘઉં પીસવાથી જે જીણો લોટ થાય, તે માણ-પ્રમાણ, તથા પલ-પ્રમાણ ગોળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org