Book Title: Prakrit Dhatukosh Shabdakosh
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ।। ટીંટોઈ મંડણ શ્રી મુહરી પાર્શ્વનાથાય નમઃ | || નમો નમઃ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-મહોદય-દર્શનભૂષણ વિજય સદ્ગુરુભ્ય: I પ્રસ્તાવના કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જીવોને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું રહસ્ય મળે તે માટે શ્રી સિદ્ધ-હેમ શબ્દાનુશાસન'ની રચના કરી છે. આ બંને ભાષામાં સર્વલોકની સામાન્ય ભાષા તે પ્રાકૃત ભાષા. આજે આ ભાષા-પરિવર્તન યુગમાં અજાણી બની ગઈ છે. પરંતુ આ ભાષાથી લોકોનો પરસ્પર વ્યવહાર ચાલતો. પાલી, માગધી, અપભ્રંશ ભાષા વગેરે પ્રાકૃતનું જ વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે પ્રાકૃતની અંતર્ગત ગણાય છે. જેમ જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું પોતાનું આગવું સ્થાન છે અને દ્વાદશાંગીની રચના પણ શ્રી ગણધર ભગવંતોએ કરેલી છે, તેમ જૈનેતર સાહિત્ય પણ પ્રાકૃત ભાષામાં સુલભ છે. સંસ્કૃત નાટકાદિ ઘણા સ્થળોમાં સ્ત્રી આદિ પાત્રોની ભાષા પ્રાકૃત જ દેખાય છે. માટે તે બધા ગ્રંથોમાં સરળ રીતે પ્રવેશ થઈ શકે તે માટે પ્રાકૃત શબ્દના રૂપો, ધાતુના રૂપો, શબ્દ કોશ અને ધાતુ કોશની આવશ્યકતા અનિવાર્ય બને છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 426