Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 6
________________ ને ૧૨ ચૌદ ગુણઠાણાનો વિચાર-એમ કુલ બાર વિચારો આપેલા છે. તેમાં શાશ્વત પ્રતિમા ને ચેત્યોની સંખ્યામાં જે ભેદ છે તેના કારણે નોટમાં બતાવ્યા છે. શાશ્વતી પ્રતિમાઓના પ્રસંગે અશાશ્વત પ્રતિમાઓનો વિચાર પણ આપેલો છે. ઇરિયાવહીના મિચ્છાદુક્કડ કહેવાના પ્રસંગે જીવના પ૬૩ ભેદો ગણાવ્યા છે. શાશ્વતી પ્રતિમાના વિચારમાં તિવ્હલેકના ચિત્યોના સ્થાનનું વિવરણ અને તે ચિત્યનું જુદું જુદું પ્રમાણ બતાવ્યું છે. સૂર્યકિરણના પ્રસ્તાવની વિશેષ હકીકત જાણવા માટે મંડળ પ્રકરણ વાંચવાની ભલામણ કરી છે. કૃષ્ણરાજીના વિચારમાં નવ લેકાંતિકનું સ્વરૂપ આપ્યું છે. ચક નામના વલય પર્વતને અંગે દિશાકુમારિકાઓના સ્થાન બતાવ્યા છે. ગૃહસ્થને કરવાના ધર્મકાર્યો મન્નત જિણાણું આણુની પાંચ ગાથાવડે બતાવ્યા છે પણ તેમાં પાછલી બે ગાથામાં અન્યાન્ય કૃત્ય કહેલા છે. ચૌદ ગુણસ્થાનક સંબંધી વિચારમાં તેના કાળનું પ્રમાણ વિગેરે ચાર દ્વારા આપેલા છે. એકંદર આખું પ્રકરણ વાંચવા, વિચારવા તેમજ સમજવા યોગ્ય છે. ૬ ૭ શ્રી આનંદવિમળસૂરિ શિષ્ય વાનરષિવિરચિત વિચારપંચાશિકા પ્રકરણ આપેલ છે. કર્તાનું બીજું નામ વિજયવિમળ છે. આ પ્રકરણની ગાથા ૫૧ છે. તેમાં ૧ પાંચ શરીર સંબંધી વિચાર, ૨ ગર્ભસ્થિતિ વિચાર, ૩ પુદ્ગલી અપુદગલી વિચાર, ૪ સંમૂર્ણિમમનુષ્ય વિચાર, ૫ પર્યાપ્તિ વિચાર, ૬ જીવાદિકનું અલ્પબદુત્વ, ૭ પ્રદેશ અપ્રદેશ પુદગલ વિચાર, ૮ કડજુમ્માદિ વિચાર અને ૯ પૃથ્વી આદિનું પરિમાણ–આ નવ વિચાર આપ્યા છે. પ્રથમ શરીર સંબંધી વિચાર નવ ધારવડે કહેલ છે. તે ખાસ સમજવા જેવો છે. ગર્ભસ્થિતિના વિચારમાં અપ્રસિદ્ધ હકીકત જણાવેલ છે. અ૯૫બહુત વિચાર જુદી જુદી રીતે બતાવેલ છે, તે સંબંધી વિશેષ જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ વાંચવા યોગ્ય છે. કડજુમ્માના વિચારમાં કઈ વસ્તુ કયા જુમ્માએ છે તે બતાવ્યું છે. તેમાં ૫૦ મી ગાથા તો ખાસ ધ્યાન ખેંચનારી છે. તેમાં એકેક અક્ષરથી ૨૧ જીવ ભેદ અને દશ બીજી વસ્તુઓ બતાવી છે. આ પ્રકરણ પણ ખાસ વાંચવા લાયક છે. ૭ સાતમું શ્રીદેવેંદ્રસૂરિવિરચિત સિદ્ધદંડિકાસ્તવ નામનું પ્રકરણ આપેલું છે. તેની ગાથા ૧૩ જ છે. તેમાં સગર ચક્રવર્તીના પુત્રો ને સુબુદ્ધિ મંત્રીએ ભરતચક્રીના વંશના રાજાઓ શત્રુંજય ઉપર કેટલા સિદ્ધિપદને પામ્યા તેની સંખ્યાનું અષ્ટાપદ પર કરેલું વિવરણ છે. તેમાં ૧ અનુલમસિદ્ધદંડિકા, ૨ પ્રતિમસિદ્ધદંડિકા, ૩ સમસંખ્યસિદ્ધદંડિકા, ૪ એકત્તરા સિદ્ધદંડિકા, ૫ ધિકત્તરાસિદ્ધદંડિકા, ૬ ત્રિકોત્તરાસિદ્ધદંડિકા, ૭ પ્રથમાવિષમોત્તરાસિદ્ધાંડિકા અને ૮ દ્વિતીયાવિષમોત્તરાસિદ્ધાંડિકા યંત્રો સાથે આપેલ છે અને પછી એ પ્રમાણે વિષમોરસિદ્ધદંડિકા યાવત શ્રી અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુ થયા ત્યાંસુધી અસંખ્યાતી સમજવી એમ કહ્યું છે. આ પ્રકરણ પણ ખાસ સમજવા લાયક છે. ૮ આઠમું સિદ્ધપંચાશિકા નામનું પ્રકરણ પણ શ્રીદેવેંદ્રસૂરિનું રચેલું જ છે. તેની ગાથા ૫૦ છે. એ પ્રકરણમાં સંતપદાદિક આઠ દ્વારેવડે (છતાવદની પ્રરૂપણુ, દ્રવ્ય પ્રમાણે, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અ૯૫બહુવડે ) અનંતરસિદ્ધનું અને સન્નિકર્ષયુક્ત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 312