Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 4
________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના “શ્રી પ્રજ્ઞાવોાધનુ' શૈલીસ્વરૂપ” ગ્રંથ અવલાવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થતાં આદ્યથી અંત પર્યંત હું તે ધ્યાનપૂર્વાંક વાંચી ગયા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રજ્ઞાવાધના ૧૦૮ પાઠેનાં શી`ક આપી સંકલના કરી છે. તે પ્રત્યેક શીક લઈ તેમનાં જ “વચનામૃત'માંથી તે તે વિષયને અનુરૂપ વચનેાને સંગ્રહિત કરીને અહી' આપવામાં આવેલ છે, અર્થાત આદિથી અંત સુધી આ ગ્રંથમાં કેવળ જ્ઞાનાવતાર પરમકૃપાળુદેવનાં જ વચના છે. જ્ઞાનીપુરુષનાં વચને આગમસ્વરૂપ છે તેની નિઃસ ંદેહ પ્રતીતિ આ વચનાના અભ્યાસથી સિદ્ધ થાય છે અને તેનુ વાંચન અને મનન જીવને એકાંતે ઉપકારી તથા કલ્યાણકારી થાય છે. આત્માથી મુમુક્ષુભાઈ ભોગીલાલભાઈએ આંતરસ્ફુરણાથી પ્રશસ્તભાવે આ ગ્રંથમાં વિષયને લગતા વચનોના જે સંગ્રહ કરવાના પ્રયાસ કર્યાં છે તે પ્રશંસનીય અને સ્તુત્ય છે એટલું જ નહીં પરંતુ તે સ્વપર હિતાર્થે` છે એમ કહેવુ' વિશેષ ઉચિત લેખાશે. સત્પુરુષોનાં વચને ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેટલી વાર વાંચવામાં આવે તે પણ ક્યારેય લેશમાત્ર કંટાળા આવતા નથી કે થાક વેદ્યતા નથી. તેથી ઉલટું ફરી ફરી વાંચનથી તેમાં નવીનતા લાગે છે. વિશેષ ખેાધના અચિંત્ય લાભ સંપ્રાપ્ત થાય છે અને વચનેાના ભાવાનું રહસ્ય સમજાય છે. પરિણામે આત્મામાં પ્રમાદભાવ જાગ્રત થઈ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પ્રગટે છે અને પ્રેમ આવે છે. આ છે જ્ઞાનીપુરુષનું આશ્ચર્યકારક મહાત્મ્ય અને તેમની પ્રશમરસભાવથી નીતરતી વાણીની અપૂર્વ તા. આ ગ્રંથના અવલાકન દરમ્યાન આ લખનારને કાઈ એવા વિસ્મયજનક આન ંદાનુભવ થયા હતા. એને અંતરશ્રદ્ધા છે કે જે કોઈ પોતાના પૂર્વીકૃત પુણ્યના ઉદ્દેશ્યથી આ જ્ઞાનીપુરુષનાં વચને વાંચશે ને તે પર ભાવથી ચિંતન કરશે તેને નિશ્ચય સન્માના મેષ થશે. અને કદી નહીં વેદાયા હૈાય એવા આનંદની અનુભૂતિ થશે. પરિણામે ઉજ્જવળતાને પામેલો આત્મા એકાંત કલ્યાણના મા ભણી વળી અપૂર્વ શ્રેય સાધશે એ સુનિશ્ચિત છે. “સત્પુરુષાતુ યાગખળ જગતનુ` કલ્યાણુ કર.” મુંબઈ તા. ૧૪/૭/૬૭ લિ. સંત ચરણરજ ભાગીલાલ ગ. શેઠ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384