Book Title: Pragnapana Sutra Part 02 Author(s): Munichandrasuri, Jayanandvijay Publisher: Guru Ramchandra Prakashan Samiti View full book textPage 9
________________ श्री प्रज्ञापना सूत्र પ્રસ્તાવના પૃ. ૧૮૭–૧૮૮ કંડિકા ૬૪માં પણ ટીકાના પાઠમાં ‘સંધ્યેય' ના બદલે ‘સંધ્યેય સાચો પાઠ હોવાનું જણાવ્યું છે. મુનિશ્રી જયાનંદવિજયજીએ યથાશક્ય તમામ બાબતોનું સંશોધન કર્યું છે. મારા શિષ્ય મુનિ હૂંકારરત્નવિજયજીએ પણ આ ગ્રંથના પૂફો જોયા છે. શ્રુતસેવાની અનુમોદના. આ ઉપરાંત આ સંસ્કરણમાં સંપાદક મુનિશ્રી જયાનંદવિજય મ.સા.એ મહાવીર વિદ્યાલય સંસ્કરણની પ્રસ્તાવનામાંથી અને વ્યાવરથી પ્રકાશિત આગમની પ્રસ્તાવનામાંથી ઉપયોગી અંશો આપીને વાચકને એક જ સ્થળે પ્રજ્ઞાપના ગ્રંથ ગ્રંથકાર વિષે અનેક સામગ્રીઓ પીરસીને બહુ મોટો ઉપકાર કર્યો છે. દ્રવ્યાનુયોગનો આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગુજરાતી ભાષામાં બે ભાગમાં પુસ્તકાકારે સુલભ થઈ રહ્યો છે ત્યારે અધિકારી વિદ્વાનો આનો લાભ લઈ આત્મકલ્યાણ કરે એજ મંગળકામના. વિ.સુ. ૫ વિ.સં. ૨૦૬૧ આ.ભ.ૐકારસૂરિ મ.સા.ની ૧૭મી પુણ્યતિથિ વાંકડિયા વડગામ (રાજસ્થાન) આ.ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના વિનય આ.વિજયમુનિચન્દ્રસૂરિ બે શબ્દો ભગવાનદાસભાઈએ કરેલ અનુવાદ આ.શ્રી મુનિચંદ્રસૂરિજી અને મુ. શ્રી હ્રીંકારરત્નવિજયજીની સહાયતાથી પુનર્મુદ્રણ કરાવેલ છે. આમાં મૂળ મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પન્નવણાનુસાર પાઠો આપવા હતાં પણ બે પૃફ જોવાઈ ગયા હતાં તેથી યથાશક્ય પ્રયત્ન કરવામાં આવેલ છે. બીજું ભાષાંતર મૂળનું પૂર્વાનુસાર હતું તેથી કેટલાંક શબ્દો ટીપ્પણમાં લીધા છે. આમાં જે કાંઈ ભૂલો રહી ગયી હોય તે પાઠક વર્ગે જણાવવા વિનંતિ. જેથી નવી આવૃત્તિમાં સુધારી શકાય. પન્નવણાનાં વિષયમાં, આ. શ્રી શ્યામાચાર્યજીના અને આ. શ્રી મલયગિરિજીના વિષયમાં બને પ્રસ્તાવનાઓમાં વિવરણ છે. આ. શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીજીની પ્રસ્તાવના પણ સાભાર આપવામાં આવેલ છે. મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત પન્નવણાની પ્રસ્તાવનામાંથી પણ ઉપયોગી ભાગ સાભાર આપવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં ૧ થી ૧૫ પદ આપવામાં આવેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડે. સં. ૨૦૬૨, સીમંધર જિન પંચમ પ્રતિષ્ઠા દિવસ ભીનમાલધામ, પાલીતાણા જયાનંદPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 404