Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 9
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ મહાજ્ઞાની, ૫૨મસંયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાર્ય ગચ્છ નીકળ્યો છે અને તે બીજા કાલિકાચાર્યથી વિખ્યાત થયો છે. (જૈ.૫.ઇ. ભા.૧ પૃ. ૧૫૦, બીજી આવૃત્તિ) પ્રભાવક ચરિત્રમાં શ્રી શ્યામાચાર્યજીને આ.ગુણાકરસૂરિ યાને આ. ગુણસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા છે. ટીકાકાર શ્રી મલયગિરિસૂરિ : આ. મલયગિરિસૂરિની ટીકાનો પણ અનુવાદ અહીં આપવામાં આવ્યો છે. આ. મલયગિરિસૂરિ મહારાજની ટીકાને માના ધાવણની ઉપમા આપવામાં આવી છે. એમાં વિપુલ પ્રમાણમાં પદાર્થ નિરૂપણ હોવા છતાં એની રજૂઆત એટલી સરળ અને સરસ રીતે કરવામાં આવી હોય છે કે પ્રારંભિક અભ્યાસી પણ એને સમજી શકે. આ કારણે એમની ટીકાઓનું ગ્રંથાગ્ર પણ મોટા આંકડાઓને આંબતું હોય છે. આ ગ્રંથની ટીકાનું પ્રમાણ ૧૬,૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ. હરિભદ્રસૂરિજી સંસ્કૃત ટીકાઓના આરંભ કરનારા સર્વ પ્રથમ ટીકાકાર મનાય છે. એમની ટીકા સંક્ષિપ્ત અને વિષમપદોને જ સ્પર્શનારી મોટેભાગે હોય છે. એટલે જ હરિભદ્રસૂરિએ જે આગમ આદિ ગ્રંથો ઉપ૨ ટીકા રચી છે તેના ઉપર પણ મલયગિરિસૂરિજીએ કલમ ચલાવી છે. કેમકે આ હરિભદ્રસૂરિ મહારાજની ટીકા મુખ્ય રીતે વિદ્વાનોને જ ઉપયોગી નિવડે તેવી હોય છે. જ્યારે આ. મલયગિરિસૂરિજી વાચકની આંગળી પકડીને આગમ સૂત્રના એક એક પદને સમજાવતાં આગળ વધે છે. શબ્દાર્થ સમજાવી દીધા પછી પણ લાગે કે હજી થોડું વધું સમજાવવાની જરૂર છે. બધી બાબતો ફરી સળંગ સમજાવવી જરૂરી છે. કંઈક વિશેષ બાબત પણ જણાવવી છે તો તરત મુિત મવતિ... તનુાં મતિ... વગે૨ે ઉલ્લેખ કરીને દરેક વાતો માંડીને વિગતે કહે છે. એટલે જ ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવાભિગમ ઉપર આ. હરિભદ્રસૂરિજીની ટીકા હોવા છતાં જેમ મલયગિરિસૂરિજીએ ટીકા રચી છે તેમ પ્રસ્તુત ચોથા ઉપાંગ ઉપર પણ આ. હરિભદ્રસૂરિ મહારાજની પ્રદેશ વ્યાખ્યા હોવા છતાં મલયગિરિજીએ વિસ્તૃત ટીકા રચી છે. પ્રજ્ઞાપના સૂત્ર અને ટીકાનું ભાષાંતર : પ્રસ્તુત અનુવાદ આજથી ૬૦ વર્ષ પૂર્વે વિ.સં. ૧૯૯૧માં પ્રતાકારે ૩ ભાગમાં પ્રગટ થયેલો. એના સંપાદક—સંશોધક પં. ભગવાનદાસભાઈએ શ્રીમાન્ સાગરજી મહારાજએ તૈયાર કરેલ સટીક પ્રજ્ઞાપનાસૂત્ર આગમોદય સમિતિના સંસ્કરણ ઉપરાંત એક-બે હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ કરેલો. તે કાળે ઉપલબ્ધ સાધનો અને સંજોગો પ્રમાણે એ બરાબર ગણાય પરંતુ આ પછી મહાવીર વિદ્યાલય દ્વારા જે મૂળ-આગમ ગ્રંથોનું પ્રકાશન થયું છે તેમાં ઘણી-ઘણી પ્રાચીન પ્રતિઓનો ઉપયોગ કરાયો હોવાથી અને એના સંપાદકોમાં આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મહારાજ સાહેબ જેવા સમર્થ આગમજ્ઞો હોવાના કા૨ણે એ સંસ્કરણો વધુ શુદ્ધ બન્યા છે. અત્યારે જે ભાગ્યશાળીઓ આગમોને ટકાઉ કાગળ ઉપર લખાવવાની કામગિરી કરી રહ્યા છે તેઓ પણ હવે આ મહાવીર વિદ્યાલયના સંસ્કરણનો ઉપયોગ કરતા હોય છે. ટીકા ગ્રંથનું આવું વિશિષ્ટ સંશોધનપૂર્વકનું કોઈ સંસ્કરણ થયું નથી એટલે જે સામગ્રી સામે હતી તેના આધારે પં. ભગવાનદાસે અનુવાદ કરેલો. મહાવીર વિદ્યાલય પ્રકાશિત પન્નવણાસુતં ભા.૨ ની પ્રસ્તાવનામાં મુનિશ્રી પુણ્યવિજયજી આદિ સંપાદકોએ પ્રજ્ઞાપના સૂત્રના બધા સંસ્કરણોની સમીક્ષા કરી છે. તેમાં પ્રસ્તુત સંસ્કર્ણાની પણ સમીક્ષા કરી છે. એટલે ટીકાના પાઠમાં અશુદ્ધિઓ હોય તો અનુવાદમાં એટલા અંશે અશુદ્ધિ રહે એનો તો ઉપાય નથી. દા.ત. (મહાવીર વિદ્યાલય પ્રસ્તાવના પૂ. ૧૮૭ કંડિકા ૬૨ મુજબ)– ૨૦૩૨ સૂત્રમાં ‘અનંતરા ય આહારે’અને ટીકાનો પાઠ‘અનન્તાહારા: ’શુદ્ધ છે પણ ટીકાનો મુદ્રિતપાઠ ‘અનન્તા।તાહારો' હોવાથી મૂળનો પાઠ પણ એને અનુસરતો માન્ય રાખ્યો છે. સૂત્ર ૨૦૩૩માં પણ આવી જ વાત છે. 6

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 554