Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ૧પ૮પ માં આ યાત્રા કરી એમ જણાવ્યું છે, એથી સમજાય છે કે–આ તીર્થમાળાને સમય ૧૫૬૫ ને છે. આમાં ચંદેરીથી નીકળેલા સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કવિએ પણ ચંદેરીથી કયા સંઘવીએ સંઘ કાઢો હતો, એ જણાવ્યું નથી. ત્રીજી તીર્થમાળા કલ્યાણવિજયજીના શિષ્ય વિજયે સં. ૧૬૬૪ માં બનાવી છે. સમેતશિખરની યાત્રા માટે આગરાથી સંઘવી બિંબૂ અને અરજીએ સંઘ કાઢયે હતે. આ સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી એનું એમાં વર્ણન છે. ચેથી તીર્થમાળા કવિ લાલવિજયજીના શિષ્ય પંસૈ. ભાગ્યવિજયજીએ સં. ૧૭૫૦ માં બનાવી છે. આ કવિએ પિતાને પરિચય તીર્થમાળાની અંતમાં સારી રીતે આવે છે. (જૂઓ પૃ. ૯-૧૦૦) આ તીર્થમાળામાં કવિએ કેવળ પૂર્વ દેશનાં જ તીર્થોનું વર્ણન નથી કર્યું, પરંતુ ગુજરાત, કાઠીયાવાડ અને મારવાડનાં તીર્થોનું પણું વર્ણન કર્યું છે. કવિના કથન પ્રમાણે આ યાત્રાની શરૂઆત આગરાથી સં. ૧૭૪૬ નું ચાતુર્માસ પુરૂં થયા પછી થયેલી છે – “કર્યો ચોમાસે સત્તર છયાલિસે શ્રીવિજ્યપ્રભ ગુરૂ આદેસઈ; આગરાથી શુભદિન સુભવાર જમુનાં ઉત્તરી આવ્યા પાર.” ૧૨ કવિએ આ યાત્રામાં સમેતશિખરની યાત્રા કરી પાછા વળી પટણમાં વિજયપ્રભસૂરિની આજ્ઞાથી માસું કર્યું છે. પછી - ૧ આ જયવિજયજીએ “કલ્યાણવિજ્યગણિ રાસ...સં. ૧૬૫૫ના આ સુદિ ૫ ના દિવસે બનાવ્યું છે. તે સિવાય “ભન સ્તુતિની ટીકા” (સં. ૧૬૪૧) અને “કલ્પદીપિકા પણ બનાવેલ છે. “કલ્પદીપિકાને ઉલ્લેખ તે કવિ ત્રષભદાસે પણ “હીરવિજયસૂરિરાસ” માં કર્યો છે – “જસવિય જ્યવિજય પન્યાસ કલ્પદીપિકા કીધી ખાસ” પૃ. ૧૦૮ - હીરવિજયસૂરિ અકબરની મુલાકાતે ગયા, ત્યારે આ જયવિજયજી પણ તેમની સાથે જ ગયા હતા.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 274