Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 9
________________ ૧. શ્રી ઋષભ નિણંદ સ્તવના કર્તા : શ્રી પૂજ્ય વીરવિજયજી મહારાજ દાદા આદીશ્વરજી, દૂરથી આવ્યો, દાદા દરિશન ધ્યો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળે, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદિ ૧. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચઢે પલાણે; હું આવું પગપાળે, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદિ. ૨ કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદિ. ૩ શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદિ. ૪ કોઈ માંગે કંચન કાયા, કોઈ માંગે આંખ; કોઈ માંગે ચરણોની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદિ. ૫ પાંગળો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ; હું માંગું ચરણોની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર; દાદા. આદિ. ૬ હીરવિજય ગુરૂ હીરલો ને, વીરવિજય ગુણ ગાય; શેત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર, હાં હાં આનંદ અપાર દાદા; આદિ. ૭

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 384