Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 428
________________ [ ૯૫) શ્રાવિકાનું પ્રમાણ બહું દેખાડયું છે તે જેવું ગ્રંથાત્તરમાં છે તેવું લખ્યું છે. ઓછું અધીક હોય તે કેવળી જાણે. હે વાંચક વર્ગ આ ઉપર લખેલી સંખ્યામાં મારી પિતાની બુદ્ધિ તે કંઈ કામ કરી શક્તિ નથી. આટલી વસ્તી માટે સહેજ શંકા ઉપન થાય, પરંતુ જે પરમાત્મા અતુલ જ્ઞાનના ધણી છે તેના વચનમાં ફેર હોય નહીં, એવી બાબતો શ્રદ્ધા ગમ્ય માની શકાય. હે ગૌતમ મારા નિર્વાણથી એક હજાર વર્ષ પછી પૂર્વ શ્રુત વિચ્છેદ થશે, ત્યારપછી ૨૦૦૦૦ વર્ષ પયત મારૂં શાસન આગિયાના ચમકારા જેવું ચાલશે, પાંચમા આરાના અંતે છેલ્લા દુષ્પહસૂરિ થશે, તેમનું બે હાથનું શરીર હશે, શુદ્ધ સમ્યકત્વ ધારી થશે, તેઓ બાર વરસની ઉમરે દીક્ષા લેશે આઠ વર્ષ દીક્ષા રૂડી રીતે પાલશે, દશ વૈકાલીક, અનુગ દ્વાર, કલ્પસૂત્ર, ઓધનિયુક્તિ, આટલા આગના વેત્તા થશે, છઠ છઠ તપ કરતાં આઠ વર્ષ ચારિત્ર પાળી અઠમ તપ કરી અનશન કરી એકાવનારી સૌધર્મ દેવલોકમાં ઉત્પન થસે. તે વખતે હે ગૌતમ ફગુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક સત્ય સરિનામા શ્રાવિકા પણ અનશન કરી દેવલેકે જશે, ત્યારપછી સુમુખ નામે પ્રધાન અને વિમલવાહન નામે રાજા કાળ કરશે, એ રીતે ધર્મનીતિ તથા રાજ્યનીતિ વિચ્છેદ પામશે. ત્યારબાદ પાછલે પિહેરે અગ્નિને વર્ષદ થશે, સર્વ ની ભરમ થશે, એમ ર૯૦૦ વર્ષ ત્રણ માસ પાંચ

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434