Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ ૧૨ ] મા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના . આ ઉપરાંત, સ. ૧૭૫૪ માં રચાયેલ સૂરતના ઔદિચ્ય ટાળક બ્રાહ્મણ વલ્લભકૃત ‘ રેવામાહાત્મ્ય' અથવા રુદ્રદેહાસ્તુતિ' ૪૨ નામનું નદાસ્તુતિવિષયક ૨૧૫ કડીનું કાવ્ય આખુંયે ભુજંગીની ચાલમાં છે. ઓગણીસમા સેક ઓગણીસમા સકાના પહેલા વર્ષમાં, સં. ૧૮૦૦ માં, રચાયેલ ધોળકાનિવાસી ઔદિચ્ય ટાળક જીવરામ ભટ્ટકૃત ‘ જીવરાજ શેઠની મુસાફરી૪૩' નામનું ૮૭ કડીનું કાવ્ય આખુયે નંદરાગવૃત્તમાં છે. પ્રેમાન’દના ‘ વિવેકવણઝારા'ની પદ્ધતિએ લખાયેલું એ વાણિજ્યમૂલક રૂપક છે. શિવમાંથી પ્રકટેલા જીવ ભવની મુસાફરી કરીને સત્સંગપ્રભાવે પાછા કેવી રીતે શિવરૂપ થઈ જાય છે, એ વિષયનું એમાં નિરૂપણુ છે. જોકે રૂપક તરીકે એની કીમત એછી છે. ધોળકાના કવિનું રૂપક ગડાઈ ગયેલા છેાડની પેઠે અણુખીલ્યું જ રહ્યું છે; એના આરોપમાં સાદશ્યનું ધેારણુ જળવાયું નથી; અને ઉપપત્તિની ખામી ડગલે ડગલે ઠેબે ચડે છે. કાવ્યમાં સમાયેલું તત્ત્વજ્ઞાન ઉપલિકયું છે.’૪૪ છતાં આપણી દૃષ્ટિએ તે આ કૃતિ મહત્ત્વની છે. આર્ભની કેટલીક કડીઓ— શિવરાજ પુત્ર વરાજને, મેકલે વિદેશમાં કહી સકાજને; “ જાએ મૃત્યુ લોકમાં ગુમાસ્તા લેઇને, માલ વાજો પુત્ર, શુદ્ધ જોઇને. સાથ રાખજો દલાલ સંત કાઇને, લેવરાવશે સુમાલ સારે। જોને; ૪૨. અપ્રસિદ્ધઃ ગૂ. વ. સા. ને સંગ્રહ, નં. ૪૯૬ ૪૩. પ્રસિદ્ધઃ બૃહત્કાવ્યદોહન, ભાગ ૧. એમાં કાવ્યના આરંભે હીરદની ચાલ એ પ્રમાણે છંદના નામનિર્દેશ કર્યાં છે, પરન્તુ ૨ ૧ ૨ ન હૈં એ પ્રમાણે તેર વીનું બનેલ એ નંદરાગ નામે વૃત્ત છે. ૪૪. ૫'દરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના, પુ. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 ""

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98