Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક છે ત્યારે શિષ્યોએ શું કરવું જોઈએ? ગુરુ તરીકે સ્વીકાર્યા હોય એટલે તેમની સેવા - સારવાર તો કરવાની જ હોય, તેમનું કહેલું પશ માનવાનું જ હોય; પણ તે બધું, શિષ્યના ભણતર, ક્રિયા, શરીરસ્વાસ્થ્ય આદિના ભોગે, માત્ર ગુરુના ભૌતિક લાભાર્થે તથા તેમનો વટ પડે તે માટે જ, કરવાનું હોય, તો તેને વાજબી કેવી રીતે ઠરાવી શકાય પંચમ કાળના જીવો મૂળભૂત રીતે સ્વભાવગતઃ વક્ર અને જડ હોય છે, એ શાસ્ત્રસિદ્ધ જ નહિ, અનુભવસિદ્ધ પણ છે. એવા જીવો જ્યારે નજરે અનુભવે કે ‘આમનાથી આપણને દીક્ષા મળી તે તેમનો મહાઉપકાર જરૂર, પરંતુ તે પછી એમના થકી આપણા આત્માનું હિત થાય તેવા કોઈ જ યોગ જણાતા નથી; આપો માત્ર સેવા-ચાકરી જ કરવાની છે - નોકરની જેમ!' ત્યારે તેમના ચિત્તની, અને જીવનની પણ, જે દુર્દશા થાય તેને માટે જવાબદાર કોણ? અર્થાત્, આ પ્રકારના ગુરુ હોય તો પણ એમનું આજ્ઞાપારતંત્ર્ય પકડી જ રાખવાનું હોય? સમસ્યામાં દમ છે, એવા ધણાં ગુરુઓ હોય છે જેમનામાં ગુરુ હોવાની કે થવાની કોઈ જ શાસ્ત્રદર્શિત યોગ્યતા અથવા ક્ષમતા નથી હોતી; માત્ર ચેલા થયા માટે જ ગુરુપદે પહોંચ્યા હોય. આવા લાકોને ચેલા કરવાની કદાચ થોડી ફાવટ હોય, પણ પછી તેના યોગ-ક્ષેમ વહેવાની, તેમના આત્માનું શ્રેય થાય તે રીતે તેમને સંયમયોગમાં જોડવાની કે તેવા જ્ઞાનધ્યાન આપવાની ક્ષમતા ન હોય; અને માત્ર પોતાના સેવક તરીકે સેવા લીધા કરવાની જ વૃત્તિ હય, આવા ગુરુનું પારતંત્ર્ય સ્વીકારવું, તે સુપાત્ર કે પરિણત જીવો માટે મોટી મુશ્કેલીરૂપ બની રહે. આનો ઉકેલ શો હોઈ શકે? * અમરતવાણી ઝેન ગુરુ કે ચુ ઓરડામાં બેઠા હતા. બહારથી મહેમાને મુલાકાત માગતી ચિઠ્ઠી મોકલી. લખ્યું હતું : 'કિયોટોના ગવર્નર કિતાગાકી' કેન્યુ એ શિષ્યને કહ્યું 'હું મળીશ નહીં, ચાલ્યા જવાનું કહો.' શિષ્યે બહાર આવી ગવર્નરને ચિઠ્ઠી પાછી આપી, વિનયપૂર્વક ના પાડી. ગવર્નરને તેની ભૂલ સમજાઈ. ફરીવાર ચિઠ્ઠી મોકલી લખ્યું. ‘કિયોટોના કિતાગાકી મળવા માગે છે.' શિષ્ય અંદર જઈ ચિઠ્ઠી આપી. કેન્ગ્યુ બહાર આવ્યા ‘અહીં ! કિતાગાકી આવ્યા છે? આવો, આવો...' ઓગસ્ટ – ૨૦૧૭ શાસ્ત્રોમાં આવી બાબતનું સમુચિત માર્ગદર્શન મળે જ છે. અહીં આ સમસ્યા વ્યવહારૂ અભિગમથી રજૂ થઈ છે, શાસ્ત્રસૃષ્ટિથી નહિ. એટલે તેનો ઉકેલ પદા વ્યવહારૂ દૃષ્ટિકોણથી જ વિચારવો જોઈએ. આવા પ્રકારના ગુરુઓ, પ્રાસંગિક પરિસ્થિતિવા લોકેષણા કે માનૈષણાનો શિકાર બન્યા હોય અને તેથી આમ વર્તતા હોય તેવું બને. તેમને પાછા સ્વ-સ્થ અને સમતલ બનાવવાના ઉપાયશ્ચ નિપુણ અને હિતદર્શી શિષ્યો યોજી શકે. અને તે રીતે ગુરુને ઠેકાણે લાવીને તેમનું તથા તેમના માધ્યમથી પોતાનું શ્રેય શિષ્યો સાધી શકે. જો કે આ માટેની પ્રક્રિયા ઘણો સમય અને ઘણો ભોગ માગી લે એમાં શંકા નહિ. પરંતુ ઘણી વાર એ ભોગ એળે નથી જતો, અને અપેક્ષિત ફળ સિધ્ધ કરી આપે છે. અને છેલ્લો વિકલ્પ આવા ગુરુનો ત્યાગ કરવાનો છે. જો તે કોઈ વાતે પોતાની પદ્ધતિમાં - પ્રવૃત્તિમાં - પરિણતિમાં ફેરફાર કરવા જ તૈયાર ન થાય, અને પોતાનું તથા શિષ્યોનું અહિત કરતાં જ રહે, તો છેવટે, બીજા તમામ વિકલ્પો કે ઉપાયો અજમાવી જોયા પછી, તેમને છોડી દેવા, એજ સુન્ન શિષ્ય માટે શ્રેયકર માર્ગ ગણાય. અલબત્ત, તેમ કરવામાં પણ તેમના પ્રત્યે દેશ, દ્વેષ, દુર્ભાવ, વૃશા વગેરેના ભાવ તો ન જ હોવા જોઈએ. હોય બે જવાનો. ૧. ઉપકારબુદ્ધિ, ૨. અનુકંપા. આ રીતે વર્તવામાં સમસ્યાનો સંપૂર્ણ તો નહિ, પશુ શિષ્યના પક્ષ પૂરતો ઉકેલ આવે તેવો સંભવ ખરો. L C/o. શ્રી અતુલભાઈ એચ. કાપડિયા એ/૯, જાગૃકિ ફ્લેટ્સ, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મો. ૦૯૯૭૯૮૫૨૧૩૫ . અમરતવાણી એક બૌદ્ધ સાધુ કોઈ ભિખારીને બોધ આપતો હતો, પરંતુ પોતાની એક પણ વાત પર ભિખારીને ધ્યાન આપતો ન જોઈને તે ગુસ્સે થઈ બુદ્ધ ભગવાન પાસે પહોંચ્યા. ભગવાને હસીને ભિખારીને તેડાવ્યો અને તેને માટે ખાવાનો બંદોબસ્ત કરાવ્યો. કોઈ સાધુએ ટકોર કરી : 'પણ ઉપદેશ શ્રવણ વિના જ આપે એને ખાવા બેસાડી દીધો!' બુદ્ધ ભગવાન શાંત ભાવથી બોલ્યા : ઉપદેશ સાંભળવાની શક્તિ એનામાં કાલે આવશે !' પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૨૩ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136