Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust View full book textPage 4
________________ (ગ્રંથ અને ગ્રંથકાર) સર્વ ધર્મોના પ્રવર્તક મહાત્માઓએ મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા સ્વીકારી છે. મનુષ્ય જમાયાનાં, અવિદ્યાનાં, કર્મોનાં બંધનો તોડી પરમાનન્દ-પદ પ્રાપ્ત કરી શકે છે, આ વાત કહી ગયા છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પણ મનુષ્ય જીવનને અતિ દુર્લભ જીવન કહીને, એ જીવનનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પરંતુ બહુ જ ઓછા મનુષ્યો આ ઉપદેશને જાણે છે, સમજે છે. એમાંય ઘણા ઓછા જીવો એ ઉપદેશને જીવનમાં જીવવા પ્રયત્ન કરે છે. જે જીવે છે, જે માણે છે, તે ખરેખર ધન્ય બની જાય છે. અલ્પકાલીન અને અનિશ્ચિત જીવનમાં આત્મહિત કરી લેવાની વાત, બહુ જ ઓછા મનુષ્યો સમજે છે. પરંતુ એવા આત્મહિત માટે તત્પર; સંસાર પ્રત્યે વિરફત આત્માઓ માટે આ “શામ્યશતક' નામનો લઘુગ્રંથ પ્રેરણાદાયી - આનંદદાયી બનશે. આ ગ્રંથ વિસ્તારમાં લઘુ છે, છતાં એમાં પ્રરૂપાયેલા તત્ત્વજ્ઞાનથી મહાનુ છે. તેનો એક-એક શ્લોક વાચકના દયમાં સાત્ત્વિક વૃત્તિ અને તત્ત્વોનુસંધાન પેદા કરે છે. વિષયવિરાગ, સર્વાત્મભાવના, વિવેક-બુદ્ધિ, કષાય-તિરસ્કાર, સમત્વભાવ વગેરે સદ્ગણોના સંસ્કારો નાખે છે, તે સંસ્કારોને પુષ્ટ કરે છે અને આસ્તિકતાને વૃઢ બનાવે છે. આ શામ્યશતક'નાં તમામ પદ્યો શામભાવને પુષ્ટ કરનારાં છે. કોઈ પણ મુમુક્ષુ - સાધુ કે સંસારી, આ ગ્રંથના શ્લોકોને કંઠસ્થ કરે, અર્થના મનન સાથે સ્વાધ્યાય કરે તો તેની મનઃસ્થિતિ ઉચ્ચ ભૂમિકા (આધ્યાત્મિક ભૂમિકા) પ્રાપ્ત કરે " જ, એ નિઃશંક વાત છે. ગ્રંથકાર આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં શામ્યભાવને પુષ્ટ કરનારા ઉત્તમ વિષયો સંક્ષેપમાં આપ્યા છે. સર્વપ્રથમ આદ્ય પરમેષ્ઠિનું ધ્યાનાત્મક મંગળકરી, મહાનુ યોગીપુરુષોના વિજયસ્વરૂપ બીજું મંગલ કર્યું છે. તે પછી શામ્યગુણના ઉત્તમ આનંદને ઘણી સારી રીતે વર્ણવ્યો છે. ત્યારબાદ બાનાવસ્થાના લયનું સ્વરૂપ બતાવીને, તેનાથી આત્મજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ બતાવી છે. તે પછી ગ્રંથના મુખ્ય વિષય સમત્વના સ્વરૂપને પલ્લવિત કરવા માટે ઔદાસીન્ય, નિમમત્વ, વૈરાગ્ય આદિ ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. મોહ-રાગ-દ્વેષના ત્યાગ માટે સારું એવું વિવેચન કર્યું છે. તે પછી, વાસનાનો ત્યાગ, ક્ષમાનો સ્વીકાર, અહંકાર વિજય, માનનો નાશ,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130