________________
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
*
*
શ્વાસ લેતાંની સાથે જ ‘માફ કરો” કહેવું જોઈએ...!
વધતી જતી વસતિ પ્રાકૃતિક સંસાધનો પર બિનજરૂરી બોજ બની રહી છે, એટલું જ નહીં, પણ આપણા બધાએ ઉશ્વાસ દ્વારા બહાર કાઢે લો કાર્બનડાયોક્સાઈડ પણ વાતાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહ્યો છે. માંસ અને દૂધનાં ઉત્પાદન માટે વધતું જતું પશુપાલન પણ વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. વાતાવરણમાં ઘટતો ઑક્સિજન અને વધતા કાર્બનડાયોકસાઈડ વિશે ગંભીર વિચાર થાય એ જરૂરી છે. પર્યાવરણવિદો અત્યંત ચિંતિત છે કે ૨૧મી સદી ક્યાંક માનવતાની અંતિમ શતાબ્દી સાબિત ન થઈ જાય. ગાર સિમથના તારણમાં સત્ય અભિપ્રેત છે.
સંયુક્ત રાજ્ય અમેરિકા પર્યાવરણ સુરક્ષા એજન્સી (ઈપીએ)એ કાર્બનડાયોકસાઈડને ક્લિર એકટની કલમ ૨૦૨(અ) નીંદર દૂષિત કરનાર એક તત્ત્વ તરીકે વ્યાખ્યાયિત કરી દીધો છે. આ પછી આપણે જ્યારે પણ શ્વાસ લઈએ એની સાથે જ ‘માફ કરો’ એમ કહેવું જોઈએ. આપણા શ્વાસથી પૃથ્વી ડોલે છે, કારણ એક પુખ્ત માણસ સામાન્ય રીતે દર મિનિટે ૨૫૦ મિલીલિટર ઑક્સિજન લે છે અને ૨૦૦ મિલીલિટર કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે છે. આમ કરોડો માણસોનાં ફેફસાં સતત કાર્ય કરતાં રહે છે અને તેનાથી દર વર્ષે ૨.૧૬ ખર્વ ટન કાર્બનડાયોક્સાઈડ વાતાવરણમાં ભેગો થાય છે.
માણસોએ શ્વાસ લેતી વખતે છોડે લો કાર્બનડાયોકસાઈડ વૈશ્વિક કાર્બનડાયોકસાઈડ ઉત્સર્જનના નવ ટકા જેટલો હોય છે જે ૫૦ કરોડ મોટરોએ છોડેલા ગેસ બરાબર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે સન ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતિમાં ૩૭ ટકાની વૃદ્ધિ થઈ જશે. એ ફેફસાં પણ દર વર્ષે ૮૨૪ અબજ ટન વધારાનો ગેસ ઉત્સર્જિત કરશે. પૃથ્વી પર શ્વાસ લેતા જીવોની ઉત્પત્તિ લગભગ ૬૦ કરોડ વર્ષ પહેલાં થઈ છે ત્યારથી કાર્બનડાયોક્સાઈડ અને ઑક્સિક્સ ના સ્તરમાં
૫૭
28* પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *BE%D0%B0 ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે એમાં ઑક્સિજન ૧૬થી ૩૫ ટકા છે.
ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં માણસના ધાસનો હિસાબ રાખવાનું બહુ મહત્ત્વનું નહોતું, કારણકે પ્રકૃતિના ચક્ર સાથે ઓછામાં ઓછાં ચેડાં થતાં હતાં. જેટલો કાર્બનડાયોક્સાઈડ નીકળતો હતો તે વૃક્ષો અને છોડવાઓ શોષી લેતાં હતાં. પ્રાણીઓ ઝાડ-પાન ખાતાં હતાં અને ઝાડ-પાન અને પ્રાણીઓને માણસ ખાતો હતો, પરંતુ
જ્યારથી આપણે પેટ્રોલ બાળવાનું શરૂ કર્યું ત્યારથી ડાયનાસોરના વખતથી ચાલ્યું આવતું કાર્બનનું સમીકરણ બદલાઈ ગયું છે. ‘આઉટ ઑફ ચીન ઍર ડાયનેસોર્સ, બર્ડ ઍન્ડ અર્થ, એન્સિયન્ટ એટમોસફિયર'ના લેખકોનું આકલન છે કે પૃથ્વીના ‘પાંચ વિશાળ'નો લોપ વધારે પડતા કાર્બનડાયોક્સાઈડ ને ઘટતા જતા ઑક્સિજનને કારણે થયો છે. ઑક્સિજનનો સ્તર થોડે પણ ઘટે તો તેને “પ્રાણીઓનો જથ્થાબંધ લોપ” સાથે જોડી શકાય છે. પૃથ્વી પરની અનેક જાતિઓ પહેલાં જ મોટી સંખ્યામાં સમાપ્ત થતી રહી છે. બીજી બાજુ વાઘથી લઈને ધ્રુવ પરના રીંછ લોપ થવાને આરે આવીને ઊભાં છે.
માત્ર આપણી કારો અને કારખાનાંઓ જ કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢતાં નથી, અમુક જણના ભોજનનો હિસ્સો બનેલું માંસ પણ જીવ લેનારું સાબિત થઈ રહ્યું છે. ખાદ્ય અને કૃષિ સંગઠનનું કહેવું છે કે, “માંસ અને દૂધાળાં પશુ, ભૌગોલિક પશુ બાયોગૅસના ૨૦ ટકા ઉત્સર્જિત કરે છે. પશુઓએ પૃથ્વીના ૩૦ ટકા ભાગ પર કબજો કરી લીધો છે અને ગ્રીન હાઉસ ગૅસમાં એમનું યોગદાન ૧૮ ટકા છે જે યાતાયાત કરતાં પણ વધારે છે. એનાથી પણ બૂરી હાલત એ છે કે ગાય મિથેન ગેસનું સૌથી વધારે ઉત્સર્જન કરે છે. મિથેન ગેસનું વૈશ્વિક તાપમાનની વૃદ્ધિમાં કાર્બનડાયોક્સાઈડના પ્રમાણમાં ૨૩ ગણું વધારે યોગદાન હોય છે. એ જ રીતે ગાય નાઈટ્રસ ઑક્સાઈડ પણ ઉત્સર્જિત કરે છે. આ ઑક્સાઈડ કાર્બનડાયોક્સાઈડ કરતાં ૨૮૬ ગણો વધારે તાપ એકત્રિત કરે છે, એટલું જ નહીં, આપણે કાર્બનડાયોક્સાઈડનો સંગ્રહ કરનારાં વનો અને ઉત્તર અમેરિકાના ઘાસનાં વિશાળ મેદાનોને મિથેનનું ઉત્સર્જન કરતાં જાનવરોના વિશાળ વાડાના રૂપમાં અપનાવી લીધાં છે."
જોકે, મિથેન પણ વાતાવરણમાં માત્ર થોડાં વર્ષો સુધી જ ટકી રહે છે. આથી વૈશ્વિક તાપમાન વૃદ્ધિના ઉકેલ માટે કાર્બનડાયોક્સાઈડ ઉપરાંત મિથેનનું ઉત્સર્જન
પ૮