Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 250
________________ ૨૧૦ પરંપરા અને પ્રગતિ બાના સ્નેહ વિના અને મારા પિતાએ શીખવેલી શિસ્ત વિના મારું જીવન આટલું સુખદ ન બન્યું હોત. મારા ભાઈઓ ચીમનભાઈ તથા નરોત્તમભાઈ, મારી બહેનો, મારાં પત્ની અને અન્ય કુટુંબીજનોનો પ્રેમ મને મળ્યો છે. એમણે મને જે આપ્યું છે તેનાથી મારુ જીવન ધન્ય બન્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા દાદાસાહેબ માવળંકર સાથે મને કામ કરવાની તક મળી. તેમનાં માર્ગદર્શન, પ્રેરણા અને સ્નેહ મળ્યાં તેને હું મારું અહોભાગ્ય માનું છું. મારા જીવનમાં લોકહિતનાં કાર્યોમાં અને ઔદ્યોગિક ક્ષેત્રે અનેક મહાનુભાવોનાં માર્ગદર્શન અને સાથસહકાર મને મળ્યાં છે, કોનાં નામ યાદ કરું અને કોનાં બોલું? સર્વશ્રી પુરષોત્તમ હઠીસિંગ, ચંદુલાલ લલ્લુભાઈ, અંબાલાલ સારાભાઈ, ઘનશ્યામદાસ બિરલા, લાલા શ્રીરામ, વિક્રમ સારાભાઈ, રવિશંકર મહારાજ, બી. કે. મજુમદાર, ચન્દ્રપ્રસાદ દેસાઈ જેવા સહુને કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે આજે સંભાર છું. આ ઉંમરે હવે વિચાર કરું છું ત્યારે લાગે છે કે સારુ એવું લાંબું કહી શકાય તેવું જીવન જીવ્યો છું. સુખદુ:ખના સારાનરસા અનેક પ્રસંગોમાંથી પસાર થયો છું. પરિસ્થિતિ કેટલીકવાર વિષમ બની જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવા માટેઅનેકોના સહકાર અને સાથ મળ્યા છે. સાથ આપનાર સૌનો હું દેવાદાર છું. દેશસેવકો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ગુજરાતના—ખાસ કરીને અમદાવાદના નગરજનો, જીવનના અનેક પ્રસંગોમાં મારી સાથે અમારા પરિવારની સાથે રહ્યા છે. કામ કરવાની મારી એક રીત છે. આ રીતથી કેટલીકવાર બીજાને માઠું લાગી જાય એવું પણ બને છે, એ હું જાણું છું. મારા સાથીદારોએ મને સારી રીતે કામ કરવા દીધું છે, કરી આપ્યું છે અને ઉમંગથી કામમાં પૂરો સહકાર આપ્યો છે. આવા સાથીદારો મળ્યા એ મારું સદ્ભાગ્ય છે. આજે હું તે બધા માટે પ્રેમની લાગણી અનુભવું છું. ગેરસમજ થાય તેવા પ્રસંગોએ પણ મારા તરફના સદ્ભાવ અને આદરને કારણે મને ખોટી રીતે ન સમજ્યા એ માટે હું ખરેખર ઋણી છું. આ દેશના સંક્રાંતિકાળની વેળાએ જીવવાનો અને દેશનાં કાર્યોમાં ભાગ લેવાનો અવસર સાંપડ્યો એ પણ એક મોટું સદ્ભાગ્ય હતું. રાષ્ટ્રનું સ્વપ્ન મૂર્તિમંત બને એવું તો હજારો વર્ષોમાં કવચિત્ જ બનતું હોય છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257