Book Title: Paramagama Sara Author(s): Dineshchandra Joravarmal Modi Publisher: Dineshchandra Joravarmal Modi View full book textPage 8
________________ ડો. હુકમચંદ ભારિલ્લનું “આચાર્ય કુન્દ કુન્દ અને તેમનાં પાંચ પરમાગમ” નામનું પુસ્તક થોડો સમય પહેલાં બહાર પડયું અને તે વાંચતાં મને આ પુસ્તકનું પ્રકાશન કરવાની પ્રેરણા મળી. ડો. ભારિલ્લની અનુમતિ લઈ તેમના પુસ્તકમાંથી અમુક ભાગનો અહીં ગુજરાતી અનુવાદ કરી સમાવેશ કર્યો છે અને બાકીની સામગ્રી અન્ય પુસ્તકોમાંથી સંકલન કરેલ છે. સમાન્ય બહોળા જન સમુદાયને સંસ્કૃત પદો અગ્રાહ્ય હોવાથી સંસ્કૃત મૂળ પદોનો સમાવેશ ન કરતાં મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ જ સીધે સીધો મૂકી દીધો છે. અમુક ગાથાઓનો પદ્યાનુવાદ મારો કરેલો છે. અમુક વાચક ગણ અને મુમુક્ષુઓને લક્ષમાં રાખતાં ડો. ભારિલના પુસ્તકમાં પસંદગી પામેલ સો ગાથાઓનો અમુક ક્રમ બદલવા યોગ્ય લાગતાં તે પ્રમાણે કરેલ છે અને તેમ કરતાં અમુક વધારાની ગાથાઓની પસંદગી કરી આ પુસ્તકમાં ઉમેરી છે, તેથી તેમની એક સો ગાથાના બદલે ૨૪૨ ગાથાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. આથી વાચકગણને આ ગ્રંથાધિરાજોનું મહાત્મય, મહામૂલ્ય અને અહોભાવનું ઊંડું ભાસન થાય. આ પુસ્તકનું સંકલન કાર્ય મારા પોતાના સ્વાધ્યાયનું પરિણામ છે. તેમાં મારી કત બુધ્ધિ નથી, તેમજ તેમાં મારું પોતાનું કાંઈ પણ નથી. આ પુસ્તકમાં કુંદકુંદ આચાર્યનો સંક્ષિપ્ત પરિચય ઉપરાંત તેમની અણમોલ કૃતિઓ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અને અષ્ટપાહુડ એમ પાંચ પરમાગમોનો સંક્ષિપ્ત સાર આપ્યો છે. આ પાંચ પરમાગમ દ્રવ્યાનુયોગનો સાર છે. દ્રવ્યાનુયોગના આ પાંચ મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે સમય, રુચિ અને ક્ષયોપશમ નથી. તેમના માટે આ પુસ્તક ઘણું ઉપયોગી થશે. ધર્મની પ્રભાવના થશે. જીજ્ઞાસુ જીવોને કાંઈ ફાયદો થાય તો આ પુસ્તકનું ધ્યેય સફળ થયું કહેવાય. આ પુસ્તક તૈયાર કરવામાં ઘણા પુસ્તકોનો આધાર અને તેમાંથી અક્ષરશ: લખાણ લીધાં છે તે માટે ડો. ભારિત્સ, શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ, પં. મહેન્દ્રકુમારજી જૈન, અન્ય પુસ્તકોના લેખક, અનુવાદક, સંકલનકાર તથા પ્રકાશક આદિનો અત્યંત આભારી છું. સ્વાધીન સદન દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ ભાદરવા સુદ એકમ ૧૧-૯-૧૯૮૮ સંવત ૨૦૪૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 176