Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 63
________________ ભક્તિસભર હૈયે સતત નવ કમળોની રચના કરે છે. નવે કમળ સુવર્ણના બનેલા હોવા છતાં સ્પર્શમાં અત્યંત કોમળ-માખણ જેવા મૃદુ હોય છે. આગળના બે કમળ પર પ્રભુજી પગ સ્થાપે છે. બાકીના સાત કમળ પાછળ હોય છે. જેવું પ્રભુ પગલું ઉંચકે કે એક કમળ આગળ આવીને ગોઠવાઇ જાય છે. વિશ્વના તમામ સુવર્ણનો ઢગ એક બાજુ અને બીજી બાજુ પ્રભુજીના પગ નીચેનું માત્ર એક કમળ મૂકવામાં આવે તો પણ તેનું મૂલ્ય અને તેજ અનંતગણા ચડિયાતા સાબિત થાય છે. આ પ્રભાવ માત્રને માત્ર અરિહંત પરમાત્માનો છે. ૭) ત્રણ ગઢ – પરમાત્માને દેશના આપવા માટે દેવતાઓ સમવસરસમય ત્રણગઢની રચના કરે છે. ભગવાનની સૌથી નજીકનો રત્નનો ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો સોનાનો ગઢ (સૂર્ય-ચંદ્ર આદિ) જ્યોતિષી દેવતાઓ બનાવે છે અને તે પછી સૌથી નીચેનો ચાંદીનો ગઢ ભવનપતિ દેવતાઓ બનાવે છે. આ રત્નો-સોનુ-ચાંદી વિશ્વમાં ઉપલબ્ધ કે દેવલોકમાં ઉપલબ્ધ રત્ન-સુવર્ણાદિ કરતા અનંતગણા ચડિયાતા હોય છે. તેનું સૌદર્યનજાકત પણ અપ્રતિમ હોય છે. - સૌ પ્રથમ વાયુકુમાર દેવતાઓ યોજન પ્રમાણ ભૂમિમાંથી કચરો વિ. દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે. ત્યાર પછી વ્યંતર દેવતાઓ ભૂમિથી સવાગાઉ = ૨૫૦૦ ધનુષ્ય = ૧૦,૦૦૦ હાથ = ૧૫,૦૦૦ ફુટની ઊંચાઇવાળુ, એક યોજન = ૧૩ કિ.મી. પ્રમાણ-સુવર્ણ-રત્ન-મણિમય પીઠ[સાદી ભાષામાં ઓટલો - plinth ] બનાવે છે. આટલે ઉપર ચડવા ભુવનપતિ દેવતાઓ ૧ હાથ ઊંચા અને ૧ હાથ પહોળા ૧૦,૦૦૦ પગથિયા બનાવે છે. અને તે પગથિયા પૂરા થતા મોટો સોનાના કાંગરાવાળો ચાંદીનો ગઢ તે જ ભુવનપતિ દેવતાઓ બનાવે છે. આ ગઢની ભીંતો ૫૦૦ ધનુષ્ય = ૨૦૦૦ હાથ = ૩૦૦૦ ફુટ ઊંચી અને ૩૩ ધનુષ્ય + ૩૨ અંગુલ = ૨૬૫ ૧/૪ વેંત (લગભગ ૨૦૦ ફુટ) પહોળી હોય છે. આ ગઢને રત્નના ચાર દરવાજા-તેના ઉપર સુંદર પૂતળીઓ તથા મગરના ચિહ્નથી અંકિત ધજાવાળા મણિમય તોરણ હોય છે. દરેક દ્વારે અષ્ટમંગલ, કળશાઓ, ફુલોની માળા, ધજાઓ અને દિવ્ય સુગંધવાળી ધૂપઘટી હોય છે. આ ગઢના ખૂણે ખૂણે મીઠા પાણીવાળી મણિમય પગથિયાવાળી વાવડીઓ હોય છે. આ ગઢની સમતલ ભૂમિ- [Plain Surface) ૪૪ /

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106