Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 8
________________ પૂ. શ્રી જૂઠાભાઈ : મુમુક્ષુના પંથ પરમપદના અગ્રેસર પૂ.શ્રી સોભાગભાઈ : તેઓશ્રી અમારી શાળાના પ્રાણ સમા લાગે છે. તેમણે કૃપા કરી શ્રી પ.કૃ.દેવની વ.૨૫૫ જેવી અદ્ભુત દશાના વચનામૃતો પૂ.અંબાલાલભાઈ જેવા પાત્ર સિવાય કોઈને ન વંચાવવાની પ.કૃ.દેવની આજ્ઞા હતી. તેવી ગુપ્ત ગંભીર આશયભરી વાતો પૂ.સોભાગભાઈ દ્વારા આપણને જાણવા મળી. જો ૬૦ પત્રો ને ૭૦ પત્તા ન મળ્યાં હોત તો અલભ્ય-દુર્લભ-સત્સંગની ઓળખ કેમ થાત ? અને પરમાત્માના અચિંત્ય મહીમાને ગાવા ભાગ્યશાળી ક્યાંથી બની શકત ? એ તો મુમુક્ષુના પરમપિતસ્વીએ મોટું મન રાખી, ઉદાર બની આ મહામૂલી રત્નત્રયીની સંપત્તિ આપી. આપણી સાથે ભેદ રાખ્યા વિના જ્ઞાનીઓની સનાતન કરૂણાવસ્થા કૃપાળુદેવના અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશ સ્ફરી રહેલ કરૂણાને પ્રગટ લાવ્યા - કૃપાળુદેવને વિનંતી કરી કરીને, પ્રશ્નો પૂછી પૂછીને સ્ક્રય ખોલાવ્યું. શબ્દ દ્વારા કરૂણાબ્ધિ વહેતો થયો. એ વચનરસ પૂ.અંબાલાલભાઈને પ્રેરણા કરી સંગ્રહ કરાવ્યો, દ્ધયની માટલીમાં ભરાવ્યો અને ધવલ પત્ર પર સુવર્ણ અક્ષરથી અંકીત કરાવ્યો. વળી તેમણે કૃ. દેવને લખ્યું છે કે આપ આહીં-સાયલા-પધારો, અમો બપૈયાની જેમ તલખીએ છીએ. આહીં આપને નિવરતી રેશે એમ વરતશું અને ખંભાતવાસીને આહીં તેડાવશું – બધી સવડ થઈ રેશે. આપને કદીકબે દિ-રેવું હશે તો ૪-દિ-રેશો એમ કરશું. અહા ! ખંભાતવાસીનું કેવું મહભાગ્ય. જ્યાં કૃપાળુદેવ ત્યાં સોભાગ્યભાઈ અને જ્યાં સોભાગ્યભાઈ ત્યાં કૃપાળુદેવ હોય એવું અભેદ સ્વરૂપ, તેનું દર્શન મળ્યું. | ભવોભવના હિતેચ્છુ - રાજના સ્નેહીજને અમને પોતાના ગણ્યા - તેના અલૌકિક નિઃસ્વાર્થ પ્રેમને અમો શું બિરદાવીયે ? શું બદલો વાળીયે ? તેમની ઉપકારશીલતાનો શું આભાર માનીયે ? વળી શ્રી પ.કૃ.દેવ રાજછાયામાં અગાસી ઉપર બિરાજ્યા હતા ત્યારે તેમની પાસે બેસેલ પૂ.શ્રી સોભાગભાઈને તથા પૂ.શ્રી ડુંગરશીભાઈને ગણધર પદવીથી નવાજ્યા હતા. એવા સમર્થધણીના શિષ્ય પણ સમર્થ હતા. વયે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68