Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 52
________________ अ रि મન E 5 આમ નમસ્કાર મહામંત્રના પ્રથમ સાત શ્વેત અક્ષરોની પાંચેય ઇન્દ્રિયોમાં સ્થાપના કરવાથી ઇન્દ્રિયોને જોઇએ તેનાથી વધારે પૌષ્ટિક-સાત્ત્વિક ખોરાક મળે છે. આમ પ્રત્યાહાર દ્વારા પાંચેય ઇન્દ્રિય સ્થિર, પુષ્ટ, શુદ્ધ, શાંત અને પરમતૃપ્ત બને છે. પ્રસન્નતા અનુભવાય છે. પાંચ ઇન્દ્રિયમાં નવકારના પહેલા પદના અક્ષર ગોઠવીને પ્રભુને પ્રાર્થના કરવાની કે “અક્ષરદેહે આપ અહીં પધારો, કાયમ માટે સ્થિર રહો, જેને કારણે વિષયવાસનાના ઉછાળા મને હેરાન ન કરે, મન અત્યંત શાંત અને સ્થિર બને.” હે પરમાત્મા ! પ્રીતના પ્રાંગણમાં તારી વાટ જોઇને ઊભો છું. દિલના દરવાજા તારા માટે જ ખુલ્લા મુક્યા છે. મનમંદિરમાં પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારીઓ થઇ ચૂકી છે.. સંવેદનાના સુમધુર સ્વરો રણકી રહયા છે.. ભક્તિનું ભેટછું તારા આગમનને તલસી રહયું છે. પાંપણના ટોડલે વિરહ-અશ્રુના તોરણો બંધાયા છે.. પધારો પ્રભુ ! હવે તો પધારો.. નવકારના પ્રથમ સાત અક્ષરની ઊર્જા દ્વારા ઇન્દ્રિયો તૃપ્ત થવાથી મન પરમ આનંદનું મંગલ દ્વાર -૦ (૩૩) –

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86