Book Title: Pandit Sukhlalji Parichay tatha Anjali
Author(s): Pandit Sukhlalji Sanman Samiti
Publisher: Pandit Sukhlalji Sanman Samiti

View full book text
Previous | Next

Page 42
________________ તેમની ચૈતન્યક્તિએ જીવનની અન્ય ક્ષણેા પર્યંત જીવતી જાગતી જ રહે છે. શ્રીમાન પંડિતજીની પણ ચૈ :ન્યશક્તિ સુચારુરૂપે છવતી જાગતી જોવામાં આવે છે. ગુણગ્રાહકતા——પંડિતજીની દષ્ટિ હંમેશાં ગુરુગ્રહિણી જ રહી છે. ગમે તે સપ્રદાયનાં શાસ્ત્રો વાંચે, ગમે તેવી વ્યક્તિનાં લખાણો વાંચે કે ગમે તે વ્યકિતને પરિચય સાથે,—એ બધાય પ્રસંગેામાં તેમની દૃષ્ટિ ગુણગ્રાહણી જ રહી છે, એ તેમનાં લખાણા ઉપરથી અને તેમની સાથેના વાર્તાલાપ પરથી અનુભવી શકીએ છીએ. શ્રીમાન પૉંડિતજીનું ગુણુગ્રાહકપણું }વું છે તેનાં ઉદાહરણા તા મારી પાસે અનેક છે; પણ તેમાંનું એક પ્રસ ંગાપાત્ત ટાંકું છું. એક વાર હું અને પંડિતજી સાથે ખેઠા હતા,ત્યારે વાર્તાના કાઈ પ્રસંગ આવતાં તેમણે આચાર્યશ્રી લાવણ્યસૂરિ વિરચિત સિદ્ધસેનીયા દ્વાત્રિંશિકાઓની ટીકા અને મુનિશ્રી ધ્રુર ધરવિજયજીએ તૈયાર કરેલ નિહ્નવવાદ આદિ વિષયમાં વાત કરી કે--મહારાજજી! મે' આથા જોયા. વસ્તુના પ્રતિપાદનની શૈલી ગમે તેવી હે, પણ જ્યારે વ્યક્તિને વસ્તુ બરાબર ગ્રાહ્ય થઇ હેાય ત્યારે વસ્તુના હાર્દને તે પેાતાના લખાણમાં ઉતારી શકે છે, અને એ રીતે આવાં લખાણા તાત્ત્વિક દૃષ્ટિએ આદરપાત્ર છે. આ તે! માત્ર એક ઉદાહરણ જ આપ્યું છે. પણ પંડિતજી સાથે વાતા કરવામાં અનેકાનેક પ્રસંગેામાં તેમની ગુણગ્રાહકતા તરી જ આવે છે. આ ગુણગ્રાહકતાને લીધે જ તે હરેક વિષયમાં તટસ્થ પરીક્ષણુ પણ વ્યવસ્થિત રીતે કરી જાણે છે 19 tr સ્વાત ત્ર્ય—પંડિતજીવનવ્યવહારમાં અને વિચારામાં હમેશાં સ્વતંત્ર રહ્યા છે. પેતાની વિદ્વત્તા વિષે તેમને કદીયે અભિમાન જાગ્યું નથી. કેાઇ પ્રલે:ભન તેમને કદીયે આકર્ષી શકયુ નથી. તેમના જીવનમાં એવા ધણા પ્રસંગે આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિએ તેમને અનેક રીતે આકવા પ્રયત્ન આદર્યાં છે, પર ંતુ જ્યારે તેમને ખબર પડે કે આ બધું પ્રલાભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સાફ સાફ કહી જ દીધું છે કે- તમારા પક્ષમાં કે વાડામાં આકર્ષવા માટે કે અમુક ઉદ્દેશથી જો આ હેય તે આપણા સબંધ અહીં જ પૂરી થાય છે.” પંડિતજીને નામે ક્રાઇ ફળ વેચી ખાવા માગે તે તે કદીયે શકય નથી. પાતાની પ્રજ્ઞાને ગીરે મૂકીને તેઓ કદી વાત કરતા નથી. એવા પ્રસંગ ઉપસ્થિત થતાં જ તેમે તેને કાપી નાખે. તે પેાતાના વિચારેગમાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કેાઈનાય ગમા-અણ ગમ ની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પેાતાના વિચાર। અયેાગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તે આનાકાની કરે તેવા નથી. १४

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73